*રાજકોટ શહેર લૉકડાઉમાં તસ્કરો પાનની દુકાનમાંથી સોપારી. તમાકુ અને સિગારેટનો હાથફેરો કરી ગયા.*
*રાજકોટ શહેર તા.૭.૪.૨૦૨૦ ના રોજ દુકાનમાંથી પાન. માવા સિગારેટની ચોરી કોઈ રીઢો ચોર કે પછી પાન-મસાલાનો વ્યસની ચોરી કરી ગયો તે તપાસનો વિષય બન્યો છે. લૉકડાઉનમાં લોકોને પાન, મસાલા કે સિગારેટ મળતા નથી. ત્યારે પાનની દુકાનમાં કોઈ રીઢા ચોર ચોરી કરી ગયા કે પછી કોઈ વ્યસનીનું આ કામ છે તે જોવાનું રહ્યું. કારણ કે અત્યારે લોકડાઉનમાં રાજકોટના તમામ પાન અને ગલ્લા બંધ છે. આથી બંધાણી ઓને માવા, તમાકુ કે સિગરેટ મળી રહ્યા નથી. આથી આવા કોઈ લોકોએ પણ પાનની દુકાનમાં હાથફેરો કર્યો હોવાની આશંકા છે. રાજકોટ શહેર મવડી વિસ્તારમાં પાનના ગલ્લામાં થયેલી ચોરી બાબતે દુકાન માલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ હવે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. ચોરી કરનાર વ્યક્તિએ દુકાનમાં ચોરી કરવા માટે દુકાનનું શટર કે લોક તોડ્યું ન હતું. પરંતુ પાનના ગલ્લાની બાજુમાં આવેલા ઝાડ પર ચઢીને દુકાનનું છાપરું બાજુમાં ખસેડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. જે બાદમાં દુકાનમાં રહેલી સિગારેટ, સોપારી તેમજ તમાકુની ચોરી કરી હતી. પાનના ગલ્લામાં ચોરીની વાત હાલ રાજકોટમાં ચર્ચાનો વિષય બની છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*