*રાજકોટ શહેર P.I. ગડુ સાહેબ મુસ્લિમ બિરાદરો સાથે જમવા બેસી ખોલાવ્યા રોઝા. ટિકટોક પર વીડિયો વાયરલ.*
*રાજકોટ શહેર તા.૧૦.૫.૨૦૨૦ ના રોજ સમગ્ર વિશ્વભરમાં હાલ મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. અત્યારે વિશ્વભરમાં મોટા ભાગે મુસ્લિમ સમુદાયના લોકો રમજાન માસ દરમિયાન રોજા રાખતા હોય છે. ત્યારે રોજા સાંજના સમયે ખોલવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટનાં જંગલેશ્વર વિસ્તારમાં P.I. ગડુ સાહેબ દ્વારા મુસ્લિમ બિરાદરોને મદદ કરવામાં આવી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર સુખવિન્દરસિંહ ગડુ આ વિસ્તારનાં લોકો સાથે મળીને નીચે બેસીને ભોજન પણ લીધું હતુ જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. આ જોઈ બે પંક્તિઓ યાદ આવી રહી છે. તુ હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા. ઈન્સાન કી ઔલાદ હૈ. ઈન્સાન બનેગા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*