Gujarat

શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન અને જય સરદાર યુવા ગૃપ તથા શાપર ગ્રામ ક્સપંચાયત દ્વારા 7000 થી વધારે રાશન વિતરણ કરવામાં આવ્યું*

*વેરાવળ શાપર ઝુપડપટ્ટીવાસીઓ, ગરીબ મજુરોની વ્હારે શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન અને જય સરદાર યુવા ગૃપ તથા શાપર ગ્રામ પંચાયત  દ્વારા 7000 થી વધારે રાશન વિતરણ કરવામાં આવ્યું*

*શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એશોશિયન ના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળાએ કોરોના વાઈરસ અટકાવવા અંગે જાહેર સુચના સાથે જનતાને કાયદાનુ પાલન કરવા અપિલ કરી*

*વેરાવળ શાપરના રાજકીય અગ્રણી શ્રી દુષ્યંતભાઈ ટીલાળાએ જનતાને બીન જરૂરી રીતે બહાર ન નિકળવા માર્ગદર્શન આપી સમજાવ્યા*

*શાપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશ ભાઈ ટીલાળા દ્વારા જનતાને જણાવાયુ કે શાપર ગ્રામ પંચાયત કોરોના વાઈરસને અટકાવવા ગુજરાત સરકાર સાથે જરુરી સાથ અને સહકાર સાથે હર હમેશા મદદ માટે કટિબદ્ધ છે*

સમગ્ર વિશ્વ સાથે કોરોના સામેની જંગમાં લોક ડાઉન પરિસ્થિતિમાં વેરાવળ શાપર વિસ્તારમાં ઝુપડપટ્ટીઓમાં વસતા ગરીબો તથા મજુરો વર્ગમાં શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન તથા જય સરદાર યુવા ગૃપ અને શાપર ગ્રામ પંચાયત દ્વારા 10- 10 કિલ્લો ની 7000 થી પણ વધારે રાશન કીટ નુ ઝુંપડે ઝુંપડે વિતરણ કરીને ખરેખર વેરાવળ શાપર વિસ્તારમાં માનવ સેવાનું ઉમદા કાર્ય હાથ ધર્યું છે
આ ભગીરથ કાર્યમાં શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયનના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળા, પ્રમુખશ્રી કિશોરભાઈ ટીલાળા, શાપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ ટીલાળા, તથા જય સરદાર યુવા ગૃપના અગ્રણી આગેવાનો શ્રી દુષ્યંતભાઈ ટીલાળા, દિલીપભાઈ મુંગરા, મહેશભાઈ ઠુમ્મર, પ્રકાશભાઈ ટીલાળા, રાજુભાઈ હપાણી, મયુરભાઈ સાંગાણી, દિલીપભાઈ ભુવા, ઘનશ્યામભાઈ ભુવા, અશોકભાઈ ભુવા, બાબુભાઈ ગઢીયા, અશ્ર્વીનભાઇ ગઢીયા, જગદીશભાઈ ટીલાળા, રોહીતભાઈ ગઢીયા,રજનીભાઈ પલસાણા, હિતેશભાઈ કોરાટ, જગદીશભાઈ નારીયા, વેરાવળના માજી સરપંચ મુકેશભાઈ કાપડીયા વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી તથા જરુરીયાતમંદ ગરીબોને ઝુપડે ઝુપડે જઈ 10-10 કિલ્લોની 7000 થી વધુ રાશન કીટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું
આ ઉપરાંત શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયનના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળા તથા જય સરદાર પટેલ યુવા ગૃપવતી વેરાવળ શાપરના રાજકીય અગ્રણી શ્રી દુષ્યંતભાઈ ટીલાળાએ વેરાવળ શાપરની તમામ જનતા તથા મજુરવર્ગને કોરોના વાઈરસ સંક્રમણથી બચવા બીન જરુરી રીતે ઘર બહાર ન નિકળવા તથા હીજરત ન કરવા જાહેર સુચના આપી છે તથા પોલીસ પ્રશાસનને તથા કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારના આદેશનુ ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે તથા વિશ્ર્વાસ સાથે જનતાને જણાવાયું છે કે ખોટી અફવાઓ ન ફેલાવવી તથા જરુર પડે ત્યારે શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન તથા જય સરદાર પટેલ યુવા ગૃપ અને શાપર ગ્રામ પંચાયત હમેશા સાથે ઉભી છે તેને ચોક્કસ જણાવવા નમ્ર વિનંતિ કરી હતી
રિપોર્ટર:- જાવિદ ગુર્જર. સાથે કેમેરામેન.ઇબ્રાહિમ ખોખર

Screenshot_20200329-143640_WhatsApp-6.jpg Screenshot_20200329-143446_WhatsApp-5.jpg Screenshot_20200329-143453_WhatsApp-4.jpg Screenshot_20200329-143523_WhatsApp-3.jpg Screenshot_20200329-143509_WhatsApp-2.jpg Screenshot_20200329-143539_WhatsApp-1.jpg Screenshot_20200329-143548_WhatsApp-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *