લાલપુરની ટીમ D.D.ના દસ ખેલાડીઓએ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI)ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજય મેળવ્યો છે. આ ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની SGFI સ્પર્ધામાં લાલપુરનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા તાજેતરમાં જામનગર સિટી અને જામનગર ગ્રામ્ય ખાતે યોજાઈ હતી. ટીમ D.D.ના કુલ તેર ખેલાડીઓએ આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાંથી દસ ખેલાડીઓ વિજેતા બન્યા અને રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા છે.

જામનગર સિટી વિભાગમાંથી શિવ ભેંસદડિયા, વિવાન વરુ, તન્મય પુરોહિત અને ઋત નંદાસણાએ વિજય મેળવ્યો હતો. જ્યારે જામનગર ગ્રામ્ય વિભાગમાં પૂજા નાકર, આરુષિ માકડિયા, હર્ષિવ કરંગીયા, તેજ શીરા, અંશ ઠાકોર અને ભવ્ય વાઘેલા વિજેતા બન્યા હતા. કોચ ધવલ નાકરે તમામ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ લાલપુરનું નામ રોશન કરશે.

