Gujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો.વિજયભાઈ દેશાણી દ્વારા યુનિવર્સિટી તરફથી આજરોજ પુરી પાડવામાં આવેલ હતી.*

*સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો.વિજયભાઈ દેશાણી દ્વારા યુનિવર્સિટી તરફથી આજરોજ પુરી પાડવામાં આવેલ હતી.*

*રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદેશના ઈરાન, ઈરાક, સીરીયા અને નાઇજીરીયા જેવા દેશોના કુલ.૨૨ વિદેશી વિદ્યાર્થીઓ જુદા જુદા પી.જી.ભવનોમાં અભ્યાસ કરી રહ્યા છે. આ વિદેશી વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસમાં રહે છે. આ વિદ્યાર્થીઓને લોકડાઉનના કારણે જુદી જુદી જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ જેવી કે કરિયાણું, શાકભાજી તથા અન્ય વસ્તુઓની જરૂર પડતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો.વિજયભાઈ દેશાણી દ્વારા તેઓને તમામ ચીજ વસ્તુઓ યુનિવર્સિટી તરફથી આજરોજ પુરી પાડવામાં આવેલ હતી. આજરોજ માન. ઉપકુલપતિશ્રી ડો.વિજયભાઈ દેશાણી એ યુનિવર્સિટી સ્થિત વિદેશી વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈ તેઓની સાથે વાર્તાલાપ કરેલ હતો. સાથે સાથે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રશ્નો હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હરહંમેશ સાથે જ છે તેમ જણાવેલ હતું. આ વિદેશી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે માન. કુલપતિશ્રી તથા માન. ઉપકુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ કો.ઓર્ડીનેટર ડો.હરિકૃષ્ણ પરીખ કાર્યરત છે. આ પ્રસંગે વરિષ્ઠ સિન્ડિકેટ સભ્યશ્રી ડો.ગીરીશભાઈ ભીમાણી, સિન્ડિકેટ સભ્યશ્રી ડો.ધરમભાઈ કાંબલીયા તથા ટ્રાન્ઝીસ્ટ હાઉસના કો.ઓર્ડીનેટર ડો.હરિકૃષ્ણ પરીખ ઉપસ્થિત રહ્યા હતા.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200414-WA0376-0.jpg IMG-20200414-WA0377-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *