*રાજકોટ શહેરમાં વધતા કોરોના સંક્રમણ ને અટકાવવાના હેતુથી ચાની દુકાનો તેમજ પાનના ગલ્લા ઉપર પોલીસનું સધન ચેકિંગ.*
*રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ આજરોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી ની સૂચનાથી D.C.P ઝોન.2 સાહેબે રાજકોટ શહેરમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવાના હેતુથી ચાની દુકાનો તેમજ પાનના ગલ્લા ઉપર સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન ન થતું હોય તેવા દુકાનદારોના વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ કરવા અંગેની સ્પેશિયલ ડ્રાઇવ આપેલ હોય. જે અનુસંધાને આજરોજ A.C.P પશ્ચિમ વિભાગ પી.કે.દિયોરા સાહેબનાં માર્ગદર્શનથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં આવેલ તમામ દુકાનો તેમજ ચાની લારીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હોય. અને નિયમોનો ભંગ કરનાર કુલ.૧૨ દુકાનદારો વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*



