Uncategorized

અમરેલી જિલ્લા કલેકટરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રીની ખુબ જ સરાહનીય કામગીરીથી પ્રજા સુરક્ષિત*

*અમરેલી જિલ્લા કલેકટરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રીની ખુબ જ સરાહનીય કામગીરીથી પ્રજા સુરક્ષિત*

ખાસ કરીને જોવા જઈએ તો અમરેલી એટલે સૌરાષ્ટ્રનો ઔદ્યોગિક રીતે ખુબ જ પછાત પરંતુ સાંસ્કૃતિક રીતે ભાતીગળ જિલ્લો છે. અહીં અમરેલી શહેરમાં ડો. જીવરાજ મહેતા અને રમેશ પારેખની યાદો કણેકણમાં સમાયેલી છે અને અમરેલી એટલે કે જીવતું કાવ્ય શાસ્ત્ર, બદલાતા સમયની માંગ સાથે કદમ થી કદમ મિલાવતા આ નગર અને જિલ્લાએ એક અલગજ ઓળખ ઉભી કરેલી છે, કારણ કે હાલના પ્રવર્તમાન સમયમાં સમગ્ર જિલ્લાની બાગડોર જેમના હાથમાં છે. તેવા જો કોઇ બે ચહેરાનું નામ આપવાનું કહેવામાં આવે તો સમગ્ર જનતાના લોક મુખેથી એકજ સુરે થી લેવામાં આવતું હોય છે અને હમેશા લોકોની કોઈપણ સમસ્યા ઓમાં હર હમેશ હાજર જ રહેતા હોય એવા કલેકટરશ્રી આયુષ ઓક તથા જિલ્લા પોલીસ વડાશ્રી એસ .પી. નિર્લિપ્ત રાયનું જ નામ આવતું હોય છે. સામાન્ય રીતે પ્રશાસનમાં તો ઉપરી અધિકારીઓ આવતા જતા રહેતા હોય છે. પરંતુ, પરંતુ આમાંના કેટલાક કર્મવીરો પોતાની અલગજ કાર્યપધ્ધતિથી લોકમાનસમાં ચિરંજીવી યાદો છોડી જતા હોય છે.

બસ કંઇક આવી જ વાત છે આ બંને અધિકારીઓની… આમ તો અમરેલીને જ પોતાનો પરિવાર સમજીને હંમેશા અમીર હોય કે ગરીબના કોઇપણ સમસ્યાનું યથાયોગ્ય નિરાકરણ કરવા દિવસ કે રાત જોયા વગર હંમેશા આમ જનતાના હિતોનું રક્ષણ કરવા તત્પરજ રહેતા હોઈ છે. કોઇપણ દુર્ઘટના, કુદરતી આફતો કે મહામારી ગંભીર જેવી સમસ્યાઓના નિરાકરણ કરવા હરહંમેશ પ્રતિબધ્ધ રહેતા જોવા મળે છે. આ બન્ને અધિકારીઓનું સંકલન પણ કાબિલેદાદ અને દાદ માંગી લે તેવું રહેતું હોય છે.

ખાસ કરીને જોવા જઈએ તો હાલમાં અમરેલી જિલ્લામાં આ કર્તવ્યનિષ્ઠ ઓફિસરોના લીધે ક્રાઇમ રેટ પણ અત્યંત નીચા લેવલે છે . અને લોકો પણ શાંતિપૂર્વક રીતે જીવન વ્યતીત કરતા જોવા મળે છે . આમ તો ગુજરાતમાં કલમ 144 ની સાચી સમજ પણ આ જિલ્લામાં આ બંને અધિકારીઓને કારણે જ જોવા મળે છે અને ખાસ કરીને ગર્વ જેવી બાબત તો એ છે કે આજે અમરેલી જિલ્લામાં પ્રશાસનની સતર્કતા અને ઇશ્વરીય કૃપાથી આ મહામારીથી આપણે બચ્યા છીએ. આ બન્ને અધિકારીઓ જાણે એક અડગ પ્રહરીની જેમ પોતાનું સમગ્ર જીવન હોમીને સ્તંભ ની જેમ જ અડીખમ ઉભા છે.

સમગ્ર જિલ્લામાં પોતાના અથાગ પરિશ્રમથી અમરેલી એક અજેયગઢ જેવું રૂડું બની ગયું હોય તેમ લાગી રહ્યું છે અને હા, કોઇપણ રચનાત્મક કાર્યો હોય તો આવા કાર્યોને પણ ખાસ પ્રોત્સાહન આપવા માટે પણ હર હંમેશ અગ્રેસર રહેતા હોઈ છે. હવે અમરેલી જિલ્લાના વિકાસની હરણફાળને કોઇ રોકી શકે તેમ નથી. કારણ કે, હવે અમરેલી જિલ્લાની રખેવાળી આવા સંનિષ્ઠ કર્મવીરોના હાથમાં છે. અમરેલી તેઓના નેતૃત્વ હેઠળ વિકાસ અને સુરક્ષના કવચમાં અગ્રેસર રહેશે અને ગરીબ પરિવારો હવે નિર્ભય બની પોતાનો અવાજ પણ વિશ્વાસપૂર્વક રજુ કરી શકશે કે હા, અમારૂ પણ કોઇ સારસંભાળ લેનારૂ પણ છે. શત્ શત્ નમન છે આવા કર્તવ્યનિષ્ઠ અધિકારીને ઇશ્વર એમને ખુબજ લાંબુ દીર્ધાયુ આપે એવી પ્રાર્થના ઓ પણ લોકો કરી રહ્યા છે

*રિપોર્ટ : રસિક વેગડા*
મોટીકુકાવાવ

IMG-20200413-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *