Uncategorized

અમરેલી ટાઉનમાં પાન-માવાનુ વેચાણ કરી લોકડાઉનનો ભંગ કરતા ઇસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ ટીમ

અમરેલી ટાઉનમાં પાન-માવાનુ વેચાણ કરી લોકડાઉનનો ભંગ કરતા ઇસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ ટીમ
* હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે જે બાબતે તકેદારીના ભાગરૂપે અમરેલી જીલ્લા કલેક્ટર સાહેબશ્રીએ અલગ અલગ જાહેરનામાઓ બહાર પાડેલ હોય જે જાહેરનામાઓની ચુસ્તપણે અમલવારી કરાવવા માટે જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ ડ્રોન કેમેરાની મદદથી વોચ રાખવા અમરેલી જીલ્લા પોલીસને સખત સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અનુસંધાને અમરેલી શહેર વિસ્તારમાં અમરેલી સીટી પો.સ્ટે.ના અના. હેડ કોન્સ.એન.વી.લંગાલીયા તથા લોકરક્ષક રોહીતભાઇ દેગામા તથા લોકરક્ષક અશોકસીંહ મોરીનાઓ અસરકારક તેમજ સઘન પેટ્રોલીંગ દરમ્યાન સવારના ક.૦૬/૩૦ દરમ્યાન અમરેલી ટાવર ચોક પાસે શાહ રતીલાલ ભગવાનજી નામની દુકાન ખુલ્લી હોય અને તેના માલીક પંકજ રતીલાલ શાહ ઉ.વ.૫૮ ધંધો-વેપાર(પાનની દુકાન) રહે.અમરેલી ચિતલ રોડ રઘુવંશી સોસાયટી બ્લોકનં.એ/૯ તા.જી.અમરેલીવાળાએ અતિ આવશ્યક ચીજવસ્તુ સિવાયની વસ્તુ વેચવા પર પ્રતિબંધ હોવા છતા પાન-માવાનુ વેચાણ કરતો હોય તેમજ મજકુરએ પોતાના મોઢા ઉપર કોઇ માસ્ક પહેરેલ ન હોય જેથી રોગ ન ફેલાય તેની સલામતી માટે માસ્ક આપી પહેરાવી તેમજ હાથ ઉપર સેનેટાઇઝરનો છટકાવ કરી તેમજ શરીરે ડેટોલ વોટરનો છટકાવ કરી પ્રાથમીક સાવચેતી લેવડાવી મજકુર ઇસમે મ્હે.કલેક્ટર સાહેબ વ જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમરેલીનાઓના દ્વારા બહાર પાડવામાં અતિઆવશ્યક ચીજવસ્તુના વેચાણ માટેનો કરવામાં આવેલ હુકમનો ભંગ કરતા મળી આવેલ હોય તો મજકૂર ઇસમ વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે. ધી એપેડેમીક એક્ટ ૧૮૯૭ ની કલમ-૩ મુજબ તથા IPC ક.૨૬૯,૨૭૦,૧૮૮ મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ ઇસમ:-*
પંકજ રતીલાલ શાહ ઉ.વ.૫૮ ધંધો-વેપાર(પાનની દુકાન) રહે.અમરેલી ચિતલ રોડ રઘુવંશી સોસાયટી બ્લોકનં.એ/૯ તા.જી.અમરેલી .

રિપોટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20200410-WA0037-1.jpg IMG-20200410-WA0036-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *