Uncategorized

કોરોનની મહામારીને પરાસ્ત કરવા ***************** સરકારને આર્થિક સહયોગ રૂપે મુખ્યમંત્રીશ્રીના

કોરોનની મહામારીને પરાસ્ત કરવા
*****************
સરકારને આર્થિક સહયોગ રૂપે મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાં
પોતના એક માસનો પગાર જમા કરાવતા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશ
*****************
 
            “ગુજરાતમાં કોરોના પરીક્ષણ અને સારવાર માટેના કાર્યમાં સહભાગી થવા હું મારો એક મહિનાનો પગાર મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં આપી રહ્યો છું, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ટીમ સુરેન્દ્રનગર જરૂરિયાતમંદોને શ્રેષ્ઠ સારવાર કરી કોરોના વાયરસ સામેની લડત માટે સંપૂર્ણ તૈયાર છે.” ટવીટરના માધ્યમથી વ્યક્ત થયેલો આ નિર્ધાર સંવેદનશીલ સરકારના ભારતીય પ્રશાસન સેવાના કર્મશીલ અધિકારી એવા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશનો છે.
            આજે સમગ્ર દેશ – દુનિયા કોરોના રૂપી મહામારી સામે તેમના નાગરિકોના રક્ષણનું કાર્ય કરી રહ્યા છે, તેવા સમયે ભારત વર્ષમાં આવેલું ગુજરાત રાજ્ય પણ તેના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કોરોના રૂપી પડકારને પહોંચી વળવા કટિબદ્ધ બની કાર્ય કરી રહ્યું છે.
            કોરોના રૂપી વૈશ્વિક મહામારીના સમયમાં રાજ્ય સરકાર અને તેના કર્મયોગી અધિકારી-કર્મચારીઓ ખભે – ખભા મિલાવી લોકોને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવા તન-મન-ધનથી યોગદાન આપી રહ્યા છે. તેવા સમયે ઝાલાવાડના નામે જાણીતા સુરેન્દ્રનગર જિલ્લાના સમાહર્તાશ્રી કે. રાજેશએ પણ જિલ્લામાં કોરોના વાયરસ ન ફેલાય તે માટેના નિષ્ઠાવાન કાર્યની સાથે તેમના એક મહિનાના પગારની રૂપિયા ૧ લાખથી વધુની રકમ મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમા આપીને સાચા અર્થમાં તેમની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે. એટલું જ નહીં પરંતુ તેઓ ગુજરાતના જ નહીં પરંતુ સંભવતઃ સમગ્ર દેશના ભારતીય પ્રશાસનિક સેવાના પ્રથમ અધિકારી બન્યા છે કે, જેણે પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં અર્પણ કર્યો હોય.
            સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશએ મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં આપેલ અનુદાન બાબતે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી સમયમાં વડાપ્રધાનશ્રી સહિતના સાંસદશ્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સહિતના ધારાસભ્યશ્રીઓ દ્વારા તેમના પગારની ૩૦ ટકા રકમ રાહત ફંડમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી મને પણ થયું કે, હું પણ મારો એક મહિનાનો પગાર મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમા આપી સરકારની કોરોના સામેની લડાઈના કાર્યમાં આર્થિક રીતે સહભાગી બનું.
            વર્ષ ૨૦૧૧ ની બેચના ભારતીય પ્રશાસનિય સેવાના અધિકારી એવા કે. રાજેશએ તેમના અત્યાર સુધીની તેમની ફરજના સમય દરમિયાન કરેલી કામગીરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, હું સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે હતો તે સમયે બનાસકાંઠામાં પુર આવ્યું હતું અને મુખ્યમંત્રીની સૂચનાથી બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં રાહત કામની સાથે સફાઈની કામગીરી સઘન બને તે માટેની જવાબદારી મને સોંપવામાં આવી હતી, જે મારા માટે પડકારજનક હતી. પરંતુ મેં તે વિસ્તારના ૨૫ હજારથી વધુ લોકોને મનરેગા સાથે જોડીને ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના કારણે જે ગંદકી ફેલાઈ હતી, તેને દૂર કરાવી સ્વચ્છતાની સાથે તે વિસ્તારના લોકો માટે રોજગારી પણ ઉપલબ્ધ બનાવી હતી. અને રૂપિયા ૭.૫૦ કરોડથી વધુની રકમ માત્ર પંદર દિવસના ટૂંકાગાળામાં જ ઓનલાઇનથી મનરેગા હેઠળ સ્વછતાનું કામ કરનાર દરેકના ખાતામાં જમા કર્યા હતા. જે મારા માટે ગૌરવપૂર્ણ બાબત છે. 
          આ ઉપરાંત સુરત જિલ્લાના માંડવી તાલુકાના પીપરીયા ગામને કોઈપણ દાતાના આર્થિક સહયોગ વિના માત્ર સરકારી યોજનાના લાભ થકી આદર્શ ગ્રામ બનાવવાનો નિશ્ચય કરી સરકારની ૨૫ જેટલી યોજનાઓના અમલીકરણ થકી આ ગામને આદર્શ ગામ બનાવ્યું હતું. જે સંભવતઃ તે સમયનું એક માત્ર એવું ગામ હતું કે, જ્યાં માત્ર ને માત્ર સરકારી ફંડ – યોજનાઓના સથવારે ગામ આદર્શ બન્યું હોય.  
            રાજ્ય સરકારનો મંત્ર છે કે, છેવાડાના વિસ્તારના લોકો સુધી વિકાસના લાભો પહોંચે અને જરૂરિયાતવાળા – દરિદ્રનારાયણની મુશ્કેલીઓનું સંવેદનશીલતા સાથે નિરાકરણ થાય. સરકારના આ અભિગમને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશ એ સાચા અર્થમાં ચરિતાર્થ કરી જિલ્લાના ૧ હજારથી વધુ વિચરતી – વિમુક્ત6 જાતિના લોકો કે જેમની પાસે આધાર કાર્ડ કઢાવવા જન્મના પ્રમાણપત્ર નહોતા એવા સાચા જરૂરિયાતવાળા લોકોને પોતાની સહીથી જન્મના દાખલા કાઢી આપ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેઓના આધાર કાર્ડ કઢાવીને તેમને સરકારી યોજનાઓના લાભો અપાવ્યા, પ્લોટ ફાળવી આ સૌને તેમના ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન સાકાર કરી આપ્યું હતું.
            સરકારમાં રહેલા ભારતીય પ્રશાસનિય સેવાના આવા અધિકારીશ્રીની કર્મશીલ યજ્ઞકાર્યના પરિણામે જ સરકારની સંવેદનશીલતાના દર્શન સાચા અર્થમાં લોકોને થતા હોય છે.
            સલામ છે, આવા અધિકારીને અને તેમના સંવેદનશીલતાના કાર્યને.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર
મો. 98255 91366
મો. 99255 91366

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *