Uncategorized

ચેક પોસ્ટ ઉપર એફ.એમ.રેડિયો આર.જે.અજય અને આર.જે. નીતિન હરિયાણી દ્વારા તડકાના રક્ષણ માટે ટેન્ટની તેમજ પાંચ છત્રીઓની

ચેક પોસ્ટ ઉપર એફ.એમ.રેડિયો આર.જે.અજય અને આર.જે. નીતિન હરિયાણી દ્વારા તડકાના રક્ષણ માટે ટેન્ટની તેમજ પાંચ છત્રીઓની વ્યવસ્થા* જૂનાગઢ પોલીસ માટે કરવામાં આવી

💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

_જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનના *બંદોબસ્તમાં રહેલ પોલીસના સ્વાસ્થ્યની ખેવના કરી, છાંયડા તથા ઠંડા પીણાની વ્યવસ્થા* કરાવી, *લોકોની સુરક્ષા સાથે બંદોબસ્તમાં રહેલ પોલીસના સ્વાસ્થ્ય માટે પણ પગલાંઓ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે…_ઉપરાંત, *ઉનાળાના ધોમ ધખતા તડકામા બંદોબસ્તમાં રહેલ પોલીસ માટે છાંયડા અને ઠંડક માટે પણ ખાસ વ્યવસ્થા* કરવામાં આવેલ…._

💫 _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાને આવેલ કે, બપોરના સમયે પોઇન્ટ ઉપર બંદોબસ્તમાં ખડે પગે ઉભેલી પોલીસ માટે છાંયડાની કોઈ વ્યવસ્થા નથી. જેથી આ બાબતે આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલના પી.આઈ. ગામીત, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ.સોલંકી તથા સ્ટાફ દ્વારા *જૂનાગઢ તાલુકા વિસ્તારમાં સાબલપૂર ચેક પોસ્ટ જેવી જગ્યાએ એફ.એમ.રેડિયો દ્વારા જૂનાગઢના આર.જે.અજય તથા આર.જે. નીતિન હરિયાણી દ્વારા તડકાના રક્ષણ માટે ટેન્ટની તથા તડકાના રક્ષણ માટે જ ચાર રસ્તા ઉપર ચેકીંગ કરવા વિશિષ્ટ પ્રકારણની પાંચ છત્રીઓની વ્યવસ્થા* કરવામાં આવેલ છે. એફ.એમ.રેડિયો દ્વારા જૂનાગઢના આર.જે.અજય તથા આર.જે. નીતિન હરિયાણી દ્વારા તડકાના રક્ષણ માટે કુલ 15 જેટલી છત્રીઓ આપવામાં આવેલ છે, જેના દ્વારા બપોરના સમયે પોલીસને બંદોબસ્ત કરવા માટે તડકા સામે રક્ષણ મળશે…_

💫 _આ ઉપરાંત, ડીવાયએસપી આર.વી.ડામોરના માર્ગદર્શન હેઠળ રિઝર્વ પોલીસ સબ ઇન્સ. પિયુષ જોશી તથા *હેડ કવાર્ટર ના પોલીસ સ્ટાફ દ્વારા લીંબુ સરબત, છાસની વ્યવસ્થા કરી, બપોરના સમયે બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ફોરેસ્ટ, સહિતના પોલિસ જવાનોને લીંબુ સરબત અને છાસ પાવાની પણ અવિરત વ્યવસ્થા* કરવામાં આવેલ છે. *બપોરના સમયે બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ફોરેસ્ટ, સહિતના પોલિસ જવાનોને લીંબુ સરબત, છાસ મળતા, બંદોબસ્તમાં રહેલ જવાનોને શીતળતા* મળે છે….._

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200418-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *