Uncategorized

ચોરીનાઆરોપીને પકડી પાડી મ્યુઝીક સિસ્ટમ, ડીવીડી, ડમરુ, સાહિતનો તમામ કિંમત રૂ. 15,000/- નો મુદ્દામાલ કબ્જે કરતી

ચોરીનાઆરોપીને પકડી પાડી મ્યુઝીક સિસ્ટમ, ડીવીડી, ડમરુ, સાહિતનો તમામ કિંમત રૂ. 15,000/- નો મુદ્દામાલ કબ્જે કરતી જૂનાગઢ પોલીસ…_

💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રીદ્વાર બનતા *લૂંટ અને ચોરીના બનાવો ડિટેકટ કરી, આરોપીઓને પકડી પાડી, લૂંટ, ઘરફોડ, વાહન ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના* કરવામાં આવેલ…_

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધીક્ષક સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. પી.વી.ધોકડિયા તથા સ્ટાફના પો.કોન્સ. મુકેશભાઈ તથા વિપુલભાઈ ને ખાનગી રાહે થી બાતમી મળતાં *આરોપી હાજાભાઈ રામાભાઈ કાનગડ જાતે આહીર ઉવ. 25 રહે. ભરડા વાવ, દરગાહ પાસે, જુનાગઢને પોતાના રહેણાંક મકાનેથી પકડી પાડી, ધરપકડ* કરવામાં આવતા, *પકડાયેલ આરોપી દ્વારા ગુન્હાની કબૂલાત* કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીના કબજામાંથી મ્યુઝીક સિસ્ટમ, ડીવીડી, ડમરુ, સાહિતનો તમામ કિંમત રૂ. 15,000/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે……_

_જૂનાગઢ પોલીસ દ્વારા તાજેતરમાં તા. 04.04.2020 થી તા. 06.04.2020 દરમિયાન ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભવનાથ ખાતે ભરડા વાવ થી સ્મશાન ત્રણ રસ્તા વચ્ચે આવેલ શિવ ધુણા ખાતે ફરિયાદી મિતેશભાઈ વિરેન્દ્રભાઈ હીરપરા રહે. ગાંધીગ્રામ જુનાગઢ કે જેઓ શિવ ધુણા ખાતે પોતાના ગુરુજીના રૂમના તાળાં તોડી, સોની કંપનીના હોમ થિયેટર મ્યુઝીક સિસ્ટમ, ડીવીડી, ડમરુ, હાઠબતી, વિગેરે મળી, કુલ કિંમત રૂ. 15,000/- ની ચોરી કરી, દરવાજામાં કિંમત રૂ. 1,000/- નું નુકશાન કરી, અજાણ્યા આરોપી નાસી ગયેલ હતા. જે અંગે ફરિયાદી મિતેશભાઈ વિરેન્દ્રભાઈ હીરપરા રહે. ગાંધીગ્રામ જુનાગઢ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરી અંગેની ફરિયાદ કરતા, ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ધોકડિયા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી……_

💫 ડી વય એસ પી પ્રદીપ સિંહના જણાવ્યા પ્રમાણે_પકડાયેલ આરોપી હાજાભાઈ રામાભાઈ કાનગડ જાતે આહીરની પોલીસ ટીમ દ્વારા ઘરફોડ ચોરીના ગુન્હા બાબતે પૂછપરછ કરવામાં આવતા, આજથી દસેક દિવસ પહેલા ઉપરોક્ત ઘરફોડ ચોરી કર્યા અંગેની કબૂલાત કરેલ હતી. આરોપી હાજાભાઈ રામાભાઈ કાનગડ જાતે આહીર *પોતે મજૂરી કરીને જીવન ગુજારતો હોઈ, રૂપિયાની જરૂરિયાત પડતા, ઘરફોડ ચોરી કરવામાં આવેલ* હોવાની પણ કબૂલાત કરેલ છે._જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી, *આ ગુન્હામાં બીજા કોઈ આરોપી સંડોવાયેલ છે કે કેમ ..? બીજા કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ….? કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ…? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી પોલીસ રિમાન્ડ મેળવવા વધુ તપાસ* હાથ ધરવામાં આવેલ છે……_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200413-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *