Uncategorized

જન્મ દિવસના કારણે પરિવારથી દૂર બંને અધિકારીઓ કોરોના વાયરસના બંદોબસ્ત માં હોય પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં જન્મદિવસ ઉજવવામાં આવતા જૂનાગઢ પોલિસ

જન્મ દિવસના કારણે પરિવારથી દૂર બંને અધિકારીઓ કોરોના વાયરસના બંદોબસ્ત માં હોય પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં જન્મદિવસ ઉજવવામાં આવતા જૂનાગઢ પોલિસ પરિવારનો હિસ્સો હોવા નો ગર્વ અનુભવ્યો હતો

💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા જિલ્લામાં કડક બંદોબસ્ત અને સઘન પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલ છે. આ જડબેસલાક બંદોબસ્ત વચ્ચે પોતાના પરિવારથી દૂર પોલીસ ઓફિસરો દ્વારા કપરા સમયમાં પણ આનંદ કરતા કરતા બંદોબસ્તની સાથે સાથે પોલીસ ઓફિસર તથા સ્ટાફના *જન્મદિવસની યાદગાર ઉજવણી* કરવામાં આવી હતી…….

_જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા પોલીસ સ્ટાફમાં *પરિવાર ભાવના ઉજાગર થાય એવા કાર્યો અવાર નવાર* કરવામાં આવે છે, ત્યારે *આ બંને પોલીસ અધિકારીઓ પરિવારથી દૂર હોવા છતાં, તેઓ જૂનાગઢ પોલીસ પરિવારના સભ્યો હોઈ,* *કોરોના વાયરસ અનુસંધાને લોકડાઉન બંદોબસ્તમાં રોકાયેલ પોલીસ પૈકી ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા તથા ભવનાથ પીએસઆઇ પી.વી.ધોકડીયાનો આજે જન્મદિવસ* હતો. જે બને અધિકારીઓનો *પરિવાર અમદાવાદ ખાતે* છે, અને તેઓ *બંને અધિકારીઓ પરિવારથી દૂર જૂનાગઢ ખાતે બંદોબસ્ત* માં રોકાયેલા છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. આર.સી. કાનામીયા, જૂનાગઢ સર્કલના સી.પી.આઇ. પી.એન.ગામેતી, સહિતના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ તેમજ ટીઆરપી જવાનોની હાજરીમાં ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા તથા ભવનાથ પીએસઆઇ પી.વી.ધોકડીયાનો *જન્મદિવસ લોકડાઉનના બંદોબસ્ત વચ્ચે જાહેરમાં રોડ ઉપર સરદાર પટેલ ગેઇટ, રેલવે સ્ટેશન સામે ચાલુ બંદોબસ્તમાં ઉજવવામાં આવતા જૂનાગઢ પોલીસમાં *કોરોના વાયરસ સામેની લડતના બંદોબસ્ત દરમિયાનબ ઉડીને આંખે વળગે એવી કુટુંબ ભાવના તથા પરિવાર ભાવના ઉજાગર કરતો આ કિસ્સો પોલીસ ખાતાના તમામ વિભાગ માટે અનુસરવા યોગ્ય કિસ્સા તરીકે* બહાર આવેલ છે…_

જીલ્લા પોલોસ વડા શ્રી સૌરભ સિંઘ સહિતના અધિકારીઓ દ્વારા બંને પોલોસ અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી. આ *પ્રસંગે જવાહર રોડ સ્વામિનારાયણ મંદિરના સંત ઋષિ સ્વામી ખાસ હાજર રહી, બંને અધિકારીઓને જન્મદિવસે આશીર્વાદ આપેલ હતા અને હાજર તમામ સ્ટાફને સ્વામીનારાયણ ભગવાનની પ્રસાદી* આપવામાં આવેલ હતી. *પરિવારથી દૂર બંને અધિકારીઓ કોરોના વાયરસના બંદોબસ્ત વચ્ચે પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં ઉજવવામાં આવેલ જન્મદિવસના કારણે પરિવારની ગરજ સારી હોવાનું જણાવી, જૂનાગઢ પોલોસ પરિવારનો હિસ્સો હોવા અંગે ગર્વ અનુભવેલ* હતો

જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, સહીતના *પોલીસ અધિકારીઓ તથા સ્ટાફના માણસોએ બંને અધિકારીઓને શુભેચ્છાઓ આપવામાં આવેલ અને બંને અધિકારીઓએ તમામનો આભાર વ્યક્ત* કર્યો હતો. આ *જન્મદિવસની ઉજવણી દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા ગુજરાતના સ્થાપના દિવસે તમામે માસ્ક પહેરી, શોશિયલ ડિસ્ટન્સ જાળવી, સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા બાબતે પણ ખાસ મેસેજ આપવામાં આવેલ* હતો……._

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200502-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *