Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લામાં સંભવિત કોરોના સંક્રમણ અંગે સાવચેતીના ભાગરૂપે સ્પેશ્યલ ૧૦૦ બેડ કાર્યરત*

*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
*અમરેલી જિલ્લામાં સંભવિત કોરોના સંક્રમણ અંગે સાવચેતીના ભાગરૂપે સ્પેશ્યલ ૧૦૦ બેડ કાર્યરત*

સિવિલ ખાતે તૈયાર થયેલ કોરોના માટેના વિવિધ વોર્ડની મુલાકાત લેતા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક

૨૦ આઈ.સી.યુ. બેડ સહિત શંકાસ્પદ અને પોઝિટિવ કેસો માટે મહિલા અને પુરુષોના અલગ અલગ વોર્ડ

કોરોના માટે ખાસ તાલીમબદ્ધ સ્ટાફ

આરોગ્ય કર્મીઓને ક્લિનિકલ ગાઈડલાઇન્સનો ચુસ્તપણે અમલ કરવા સૂચના

અમરેલી, તા. ૩ એપ્રિલ

હાલ વિશ્વભરમાં કોરોનાવાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે સમગ્ર દેશની સાથે તમામ રાજ્યો તેમજ જિલ્લાઓમાં પણ સરકાર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં આજ દિન સુધી કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ આવ્યો નથી. છતાં પણ સરકાર દ્વારા સાવચેતીરૂપે તમામ તૈયારીઓ કરાઈ રહી છે. જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર થયેલ કોરોના માટેના વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી.

સરકાર દ્વારા કોરોના સામે જોશપૂર્વક લડવા માટે યુદ્ધના ધોરણે જિલ્લામાં સંભવિત કોરોના સંક્રમણને અટકાવવા સ્પેશ્યલ કોરોના માટે ૧૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત થઈ છે. જેમાં ૨૦ આઈ.સી.યુ. બેડ સહિત શંકાસ્પદ અને પોઝિટિવ કેસો માટે મહિલા અને પુરુષોના અલગ અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના માટે ખાસ તાલીમબદ્ધ સ્ટાફની સાથોસાથ આરોગ્ય કર્મીઓને ક્લિનિકલ ગાઈડલાઇન્સનો ચુસ્તપણે અમલ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200403-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *