Uncategorized

પશ્ચિમ બંગાળના કાપડની ફેરી કરતા ત્રણ યુવાનો એકલા રહેતા રોજીરોટીની વ્યવસ્થા ન થતા અનાજ કારિયાણા ની કીટ ધરે જઈને

પશ્ચિમ બંગાળના કાપડની ફેરી કરતા ત્રણ યુવાનો એકલા રહેતા રોજીરોટીની વ્યવસ્થા ન થતા અનાજ કારિયાણા ની કીટ ધરે જઈને આપતી જૂનાગઢ પોલીસ

💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ,ત્યરે લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા લોકો તકલીફમાં હોય તો, , જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે ,*લોક ડાઉન દરમિયાન કોઈપણ જરૂરિયાત હોય તો, પોલીસ મદદ કરવાની સૂચના કરી, મદદ કરવા* જણાવવામાં આવતા
_જૂનાગઢ શહેરમાં એક *સેવા જુનાગઢ* નામના વોટ્સએપ ગ્રુપમાં જણાવવામાં આવેલ કે, *મૂળ પશ્ચિમ બંગાળના અને હાલમાં જૂનાગઢ શહેર વિસ્તારમાં કાપડની ફેરી કરતા ત્રણ યુવાનો એકલા રહે છે અને હાલમાં લોક ડાઉનની પરિસ્થિતિમાં કોઈ રોજીરોટીની વ્યવસ્થા નથી.*

જુનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના જણાવ્યા પ્રમાણે આઉટ સ્ટેટના પશ્ચિમબંગલના લોકોમાટે પોલીસ અધિકારીઓ સહિત ટીમના પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, કમાન્ડો ભગાભાઈ, ડ્રાઈવર પાલાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા *જૂનાગઢ મધુરમ ખાતે રહેતા અભયભાઈ ઉપાધ્યાય, કે જેઓ ચૈત્રી નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન બાદ ગોરણી ને જમાડવાના બદલે જરૂરિયાતમંદો ને કીટ આપવા ઈચ્છા* વ્યક્ત કરેલ, તેઓના સહયોગથી તે પૈકી *બે કીટ, કાપડની ફેરી કરતા, સુદીપ ચક્રવર્તી, જયદીપ સરકાર સહિતના ત્રણ વ્યક્તિઓ, જે એકલા રહેતા હોય, તેઓને શોધી અનાજ, કરિયાણાની કીટ ઘરે જઈને* આપવામાં આવેલ હતી. *જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકોની મદદ કરતા, પશ્ચિમ બંગાળના કાપડની ફેરી કરતા ત્રણેય વ્યક્તિઓ દ્વારા જૂનાગઢ પોલીસે પોતાના પરિવારજનોની ગરજ સારી, કપરા સમયમાં મદદ કરવામાં આવેલ હોઈ, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કરતા પોલીસ_પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર ખરા અર્થમાં સાર્થક થયું હતું…_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200408-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *