Uncategorized

બાબરા મા જાણે લોકડાઉન હટી ગયું હોય તે રીતે બાબરા ની મુખ્ય બજારો મા દુકાનો પર ભીડ જોવા મળી હતી

બાબરા
તા.૦૭/૦૫/૨૦૨૦

બાબરા મા જાણે લોકડાઉન હટી ગયું હોય તે રીતે બાબરા ની મુખ્ય બજારો મા દુકાનો પર ભીડ જોવા મળી હતી

( બે-પાસ રૂપીયા કમાવવા ની લાલચે દુકાનદારો દ્રારા કાળજી રાખવામાં આવતી નથી)

સમગ્ર દેશ માં જ્યારે કોરોના વાયરસ નો કાળો કહેર છે. ત્યારે હાલ દેશ માં લોકડાઉન ની સ્થિતી છે. ગુજરાત માં પણ લોકડાઉન અમલી છે. ત્યારે ગુજરાત માં એક માત્ર અમરેલી જીલ્લો ગ્રીન ઝોનમાં છે. હાલ માં જીલ્લા માં એક પણ પોઝીટીવ કેસ આવેલ નથી. ત્યારે તંત્ર દ્રારા સામાન્ય ધંધા રોજગારો ને સવાર ના ૭ થી બપોર ના ૪ વાગ્યા સુધી ની છુટ આપવા માં આવેલ છે. પણ હજુ અમુક જગ્યાએ કાયદા નું પાલન થતું નથી. તેમા તંત્ર ને ધ્યાન આપવું ખુબજ જરુરી બન્યું છે.
અમરેલી જીલ્લા ના બાબરા તાલુકા ની મુખ્ય બજારો માં સવાર થી ધમધમતી થય જાય છે. લોકો વસ્તુંઓ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે બાબરા ની બજારો માં સોશિયલડિસ્ટન્સ નો અમલ થતો નથી અને દુકાનદારો પણ બે-પાસ રૂપિયા કમાવવા ની લાલચે ગ્રાહકો ને સોશિયલડિસ્ટન્સ નું પાલન કરાવવા ની જવાબદારી નથી લેતા. બાબરા ની મેનબજાર માં જાણે લોકડાઉન હોયજ નહી તેવું દરરોજ જોવા મળે છે. લોકો અને દુકાનદારો કોરોના મહામારી ને ગંભીરતા થી ના લેતા હોય તેવું જોવા મળેલ છે. ત્યારે બાબરા ના સરકારી તંત્ર ને અને પોલિસ વિભાગ ને નમ્ર અપિલ છે કે, બાબરા ની મુખ્ય બજારો માં જે દુકાનદારો ગ્રાહકો ને સોશિયલડિસ્ટન્સ નું પાલન ના કરાવે તેનું લાઈસન્સ રદ કરવા માં આવે અને જો કોઈ ગ્રાહક કાયદા નું પાલન ના કરે તો તેના વિરુધ્ધ મા કડક કાર્યવાહી કરવા માં આવે તેવી જાગૃત નાગરીકો દ્રારા માગ છે. સમગ્ર ગુજરાત માં માત્ર અમરેલી જીલ્લો કોરોના ની ઝપેટ મા નથી આવ્યો અને જો યોગ્ય રીતે નિયમો નું પાલન થાય તો આવનારા સમય માં પણ કોરોના અમરેલી જીલ્લા માં પ્રવેશ ના કરી શકે. જો આવી ને આવી પરીસ્થિતી રહેશે તો આ મહામારી થી અમરેલી જીલ્લો પણ બાકાત નહી રહે. લોકો માં કોરોના વાયરસ માટે જાગૃતા લાવવી ખુબજ જરૂરી બની છે.

રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

IMG-20200507-WA0025-0.jpg IMG-20200507-WA0024-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *