બાબરા
તા.૨૪/૦૪/૨૦૨૦
બાબરા લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા સુજલામ સુફલામ તળાવ ઉંડા ઉતારવા સાથોસાથ ખેડુતોને માટી, મ્હોરમ તેમજ ઘર ઉપયોગી રેતીની છુટ આપવા બાબત ની મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કરવામાં આવી
તાજેતરમાં પ્રેસ મિડીયા મારફત સુજલામ સુફલામ યોજના તળે ૧૦ જુન સુધી તળાવ ઉંડા ઉતારવાની કામગીરીની સરકારશ્રી મંજુરી આપી રહી છે તેવા સમાચારો પ્રસિધ્ધ થયા છે. હાલ કોવિડ – ૧૯ કોરોના અંતર્ગત લોકડાઉનના કારણે ખેડુતોને પોતાની ખેતીની કામગીરીમાં ભારે અડચળ આવે છે ખેતીમાં છુટછાટ આપવા છતાં અસ્પષ્ટ છુટછાટના કારણે ખેડુતો પોતાનું ખેતીકામ તેમજ સમારકામ કરાવી શકતા નથી. હાર્ડવેર તેમજ ખેતીને લગતા સાધનો મેળવવામાં ઘણી મુશ્કેલી ઉભી થઈ છે. ગુજરાતમાં ૧૫ જુન આસપાસ ચોમાસુ બેસી જતુ હોય છે તે તમામ સંજોગોને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર મારફત ખેતીકામને લગતા મોરમ, માટી ઉપાડવા માટે અમુક જગ્યાઓ નકકી કરી ખેડુતોને છુટછાટ આપવા તાકી જરૂરીયાત છે. ચોમાસુ નજીક આવતુ હોય ખેડુતો, નાના મજુરવર્ગ તેમજ મધ્યમવર્ગને પણ નાનુમોટુ પોતાનું મકાન રીપેરીંગ કરવું જરૂરી છે પરંતુ સિમેન્ટ, રેતી તેમજ હાર્ડવેર ન મળવાને કારણે આ રીપેરીંગ માટે ભારે મોટો અવરોધ ઉભો થયો છે. લોકડાઉન ૩ મે સુધી સારાંય દેશ અને ગામડાઓમાં હોય ત્યારે આપના લેવલેથી તમામ જિલ્લા વહીવટી તંત્રને ખેડુતો પોતાના રોજગાર માટે તેમજ દેશના લોકો માટે અનાજ, તૈલી ઉત્પાદન તેમજ કઠોળ ઉત્પાદનનું મહત્વનું પાસુ છે તેના મારફત તેઓ રોજગાર પણ મેળવતા હોય છે. ગત ચોમાસાના કારણે પોતાની ખેતીની જમીનનું ધોવાણ તેમજ જમીન સમથળ માટે પોતાની જમીન ધોવાણી છે તે માટી મોરમ લઈને રીપેરીંગ કરતા હોય તો પણ પોલીસ તેમના ટ્રેકટરને અટકાવી દંડ કરે છે. તેઓ ખરેખર ખનીજ ચોરી કરતા નથી પરંતુ કાયદાકીય રીતે પ્રક્રિયા ન હોવાને કારણે ટ્રેકટર જપ્ત થાય છે અને રોયલ્ટીના મોટા દંડ થાય છે. એક તો ખેડુત કોરોનાને કારણે ગભરાયેલો છે ઉપરાંત પોલીસ દ્વારા આવી કનડગતના કારણે ખેતીકામ કરતા ડરી રહ્યા છે. રાજયના અને દેશના હીત માટે આવી કામગીરી માટે છુટછાટ આપવી જરૂરી છે. તેમ ન થાય તો ભવિષ્યમાં રાજયને ભરપાઇ ન થઈ શકે તેવુ મોટુ નુકશાન થવાની સંભાવના દેખાઇ રહી છે ત્યારે કડક નિયમોને બદલે સરળ નિયમો કરી ઉપર દર્શાવ્યા તમામ વર્ગો પોતાનું ખેતીકામ, સમારકામ કરવા માટે ભયભીત ન રહે તે માટે સરળ નિયમો બનાવી છુટછાટ આપવા રજુઆત કરૂં છું. ખેડુત પોતાના ખેતર સમથળને ધોવાળ થતુ અટકાવવા નકકી થયેલ જગ્યાએથી માટી મોરમ ઉપાડશે તો ભવિષ્યમાં પાણીનો સંગ્રહ થઈ શકશે નાના ચેકડેમો, વિલેજટેંક તેમજ વરસાદનું પાણી સમુદ્રમાં જતુ અટકશે, જમીન રીચાર્જ થવાથી કાયમી ફાયદો થશે. તો આ બાબતે તુર્ત જ નિર્ણય કરી જિલ્લા વહીવટી તંત્રને તાકીદે સુચન કરશો તેવી આપશ્રીને જિલ્લા કલેકટરશ્રી મારફત તેમજ ઇ-મેઇલ થી રજુઆત કરી રહ્યો છું. સાથોસાથ હાર્ડવેરની દુકાનો ખોલવાની છુટ અપાઇ તેવી લાઠી બાબરા ના ધારાસભ્ય વીરજી ભાઈ ઠુંમર દ્વારા રજુઆત કરાય છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા