Uncategorized

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની અમરેલી જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ અમરેલી જિલ્લાના વિવિધ ગામોની સમીક્ષા મુલાકાત લીધી

પીવાના પાણી સંદર્ભે સમસ્યા હોય તો ૧૯૧૬ હેલ્પલાઇન ઉપર સંપર્ક સાધવા અનુરોધ

અમરેલી, તા: ૧ મે

આજરોજ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ અમરેલીના ખાખરીયા, ઉજળા, ઈશ્વરીયા જેવા ગામોની સમીક્ષા મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં પાણીના પુરવઠા અંગે કોઈ પ્રશ્ન હોય તો તે સંદર્ભે આ ગામોના ગ્રામજનો અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે ચૂકી છે છે તેમજ કોરોના વાયરસના કહેર વચ્ચે લોકડાઉનમાં ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં વસતા લોકોને પીવાના પાણીની સમસ્યાથી પીડાવું ન પડે તે માટે પૂર્વતૈયારીઓના ભાગરૂપે પાણી પુરવઠા બોર્ડ તેમજ કર્મચારીઓ સતત કાર્યરત છે. અમરેલી જિલ્લાના લોકોને પીવાના પાણી મુદ્દે કોઈપણ સમસ્યા ન સર્જાય તે માટે અમારા વિભાગ દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત જો અમરેલી જિલ્લામાંથી ફરિયાદો કે રજૂઆતો હોય તો તે સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી કે મામલતદારને જાણ કરવા જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું હતું કે, જો કોઈ વિસ્તારમાં પીવાના પાણીને લગતી કોઈ મુશ્કેલી, સમસ્યા હોય તો તેની ફરિયાદ નોંધાવવી. અમારા કન્ટ્રોલરૂમનો નંબર ૧૯૧૬ છે. અત્રે નોંધનીય છે કે આ નંબર ઉપર આવતી તમામ ફરિયાદો પર મંત્રીશ્રી પોતે સતત દેખરેખ રાખે છે. જેના પર આવતી રજૂઆતનો તાત્કાલિક ઉકેલ કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં તમામ ૬૦૮ ગામોને નર્મદા પાઇપલાઇનથી કનેક્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત અમરેલી જીલ્લામાં ગત વર્ષે સરેરાશ ૬૨૮ મી.મી. વરસાદ પડ્યો હતો. જે અન્વયે જિલ્લાના ડેમ – જળાશયોમાં પાણીની પૂરતી આવક છે. આ મુલાકાત દરમિયાન અમરેલી પાણી પુરવઠા વિભાગના અધિકારી શ્રી શાહ, વિવિધ ગામોના અગ્રણીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

IMG-20200501-WA0032-0.jpg IMG-20200501-WA0033-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *