માણાવદર તાલુકા ના શેરડી ગામે પરપ્રાંતીયા મજૂરોને રાશન કીટ નું વિતરણ
જુનાગઢ જીલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવિણ ચૌઘરી ની સુચનાથી માણાવદર તાલુકા ના શેરડી ગામે પરપ્રાંતીય મજુરોને રાશનકિટ આપવાની સુચના માણાવદર તાલુકા વિકાસ અધિકારી બી.જી.મોરી ને આપતા તેમના દ્વારા દાતા શ્રી રમદેભાઇ રાવલીયા દુઘ ઉત્પાદક મંડળી (BMC) સરાડિયા દ્વારા આજરોજ રોજ ઘંઉ 400કિલો તેમજ ચોખા 200 કિલો આપવામાં આવેલ તેમજ કિશન રાજા દ્રારા 200 કિલો બટેટા આપેલ જેની કિટો બનાવી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવેલ આ તકે શેરડી ગામે માણાવદર તાલુકા વીકાસ અધીકારી સાહેબ શ્રી વગેરે હાજર રહેલ અને ગામ ના સરપંચશ્રી પ્રવીણાબેન અશોકભાઈ વાછાણી તથા માજી સરપંચ શ્રી જયદિપસિંહ ચાવડા અને ગામના આગેવાનોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી ને કીટો નું વિતરણ કરવામાં આવેલ હતું
તસ્વીર – અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176