માણાવદર પાલિકા ના કોન્ટ્રાક્ટ માં જીવના જોખમે કામ કરતા સફાઇ કામદારો હડતાળ ઉપર ઉતરીયા
માણાવદર ભાજપ શાસિત પાલિકા આમતો છાશવારે ચર્ચાસ્પદ કામો માટે ઠેર ઠેર પ્રજાજનો માંથી ફિટકાર વર્ષા વે છે હાલ સમગ્ર દેશમાં કોરોના વાઇરસ ના કારણે ભારે મુશ્કેલી માં છે તેવી કટોકટી ના સમયે માણાવદર ભાજપ શાસિત પાલિકા ના એનકેન પ્રકારે અપાયેલ કોન્ટ્રાક્ટર સાથે જીવના જોખમે કામ કરતા હાલના સમયના સૌથી વધુ કહી શકાય તેવા યોધ્ધા (સૈનિક )કોરોનાનો સામનો કયારે થાય તેવી જોખમી સફાઈ કરવાની કામગીરી કરી રહયા છે. તેઓને વારંવાર એનકેન પ્રકારે હેરાન પરેશાન કરતા હોવાની છાશવારે નોકરી માંથી છૂટા કરી દેવાય છે. તો બીજી બાજુ પગાર કાપી લેતા હોવાની સફાઈ કામદારોના આગેવાન અશ્ર્વિનભાઇ એ જણાવ્યું છે માત્ર બસો રૂપિયા રોજ મળે છે એક દિવસ બીમારી કે અન્ય કારણોસર ગેરહાજર રહીએ છીએ ત્યારે પગાર કાપી લેવાય છે.
આ અંગે વધુ માં જણાવ્યું છે કે ચીફ ઑફિસર શ્રી નંદાણીયા ને જાણ કરેલ છતાં અમારા પગાર કાપી લેવાય છે પગાર નું કહી એ તો નોકરી માંથી છૂટા કરી દેવાય છે અમો સફાઈ કામદારો કયા જાયે ? અમોને કોન કામે રાખે હાલ બસો રૂપિયા રોજ મળે છે જે સરકાર શ્રી ના નિયમો કરતા ઓછું છે તો બીજી તરફ પી.એમ. મોદી સાહેબ એ કોઈ નો પગાર ન કાપવો કોઇ ને નોકરી માંથી છૂટા ન કરવા પૂરો પગાર આપવો તેવા આદેશો કર્યો છે પરંતુ માણાવદર ભાજપ શાસિત પાલિકા ના જવાબદારોને ને પી.એમ. મોદી ની કોઇજ વેલ્યુ નથી તે આ સફાઇ કર્મચારીઓને છૂટા કર્યો તે જ સાબીત કરે છે તથા હડતાળ ઉપર ઉતરવું પડે તે દેશના વડાપ્રધાન ને નોંધલેવી રહી સફાઈ કામદારોની ધણાની હાલત હાલ આર્થિક નબળી છે તેનો પગાર કાપી લેવાય છૂટા કરી દેવાય ભાજપ પાલિકા ના જવાબદારો સામે ચુપ કેમ છે ? સફાઈ કામદારો આજે હડતાળ ઉપર ઉતરીયા છે. ત્યારે સફાઈ અટકશે તો કોરોના જેવા ગંભીર રોગચાળો માટે શું થશે ?
તસ્વીર -અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176