રાજુલા.
મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર-રાજુલા અને વૃંદાવન બાગ-રામપરા ના સેવાર્થે, વિશ્વવંદનીય સંત શ્રી પૂજ્ય મોરારીબાપુ ની રામ કથા નું આયોજન થયેલ જેમાં 3 દિવસ ના કથા શ્રવણ પછી વિશ્વની મહામારી કોરોના વાયરસ ના કારણે રાષ્ટ્રહિત માટે કથા ને વિરામ અપાયો હતો ત્યારે આજરોજ કથા સ્થળ પર સતાધાર મંદિર ના મહંત શ્રી પૂજ્ય ગોવિંદરામ બાપુ તેમજ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઇ ઓઝા પધાર્યા હતા.
ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેરે તેમને અભિવાદીત કરી આશિર્વાદ મેળવ્યા હતા અને આ રાષ્ટ્રહિત માટે લીધેલ નિર્ણય બદલ સંતો એ ધારાસભ્ય ડેર ને આશીર્વાદ રૂપી શુભેચ્છાઓ પાઠવી હતી…