જૂનગઢ પોલીસ દ્વારા જાગૃતિ લાવવા ખરીદી કરવા આવતા લોકોને સાવચેત કરવા
500 જેટલા પોસ્ટર બનાવી, શહેર વિસ્તારના જુદા જુદા તમામ વેપારીઓની દુકાનોમાં પોસ્ટરો લગાડી, વેપારીઓની દુકાનોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી
💫 *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ,લોકોને બિનજરૂરી બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત, *લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળતા અટકાવવા માટે, માસ્ક પહેરવા, સોશીયલ ડિસ્ટન્સ રાખવા તેમજ સેનેટાઇઝર નો ઉપયોગ કરવા લોકોને જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા* કરવામાં આવેલ છે…._
💫 _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં નાગરિકોને લોક ડાઉનનું પાલન કરાવવામાં આવે છે. પરંતુ, અમુક વિસ્તારોમાં પોલીસ દ્વારા ઘરમાં જ રહેવા અવાર નવાર સુચનાઓ આપવા છતાં, અમુક ઈસમો વિસ્તારમાં ભેગા થઈને બેસતા હોવાની તથા પોતાના માતા પિતા કે વાલીઓનું પણ માનતા નહીં હોવાની અને લોક ડાઉનનું ઉલ્લંઘન કરતા હોવાની માહિતી પોલીસને મળતા, તેવા લોકોને પકડી ધરપકડ કરી, કાર્યવાહી કરવામાં આવે છે. સાથેસાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ *મારવાડી શેર એન્ડ ફાઇનાન્સ લિમિટેડ, જૂનાગઢના સુધીરભાઈ સેજપાલની મદદથી 450 થી 500 જેટલા પોસ્ટર બનાવી, લોકોને સાવચેત રાખવા માટે શહેર વિસ્તારના જુદા જુદા તમામ રોડ ઉપર આવેલ વેપારીઓની દુકાનોમાં આ પોસ્ટરો લગાડી, વેપારીઓની દુકાનોમાં ખરીદી કરવા આવતા લોકોને વાંચી શકે તેવી ખાસ વ્યવસ્થા* ગોઠવી, જુદા જુદા વિસ્તારમાં લોકોને વારંવાર સાવચેત રહેવા જાણ કરવાની અલગ વ્યવસ્થાના *નવતર પ્રયોગ/અભિગમ* હાથ ધરવામાં આવેલ છે.
આ પોસ્ટરો જિલ્લા *પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા, બી ડિવિઝન પીએસઆઇ એ.કે.પરમાર, જી.જી.મકવાણા તથા સ્ટાફ દ્વારા એક.ડી.એફ.સી. બેન્ક, વૈભવ ફાટક ખાતે આવેલ મેડિકલ સ્ટોર, પાન બીડી દુકાનો, ચશ્માની દુકાનો તેમજ ચિતાખાના ચોક ખાતે આવેલ મોહનલાલ ઓધવજીની પાન બીડી દુકાનો વિગેરે અલગ અલગ *જગ્યાઓએ દુકાનો ઉપર પોતે જાતે પોસ્ટર લગાડી,* લોકોને *જાગૃત રહેવા અપીલ* પણ કરવામાં આવેલ છે. *કોરોના વાયરસના ફેલાવો અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા શરૂઆતથી જ જાતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે હોઈ, લોક જાગૃતિના પોસ્ટર પણ જાતે લગાડી, પોસ્ટરો લગાડવાની શરૂઆત કરવામાં આવેલ હોઈ, તેઓ દ્વારા લોકોને માસ્ક પહેરવા, સોશીયલ ડિસ્ટન્સ રાખવા તેમજ સેનેટાઇઝર નો ઉપયોગ કરવા ખાસ વિનંતી કરી, જૂનાગઢ જીલ્લાને કોરોના વાયરસના સંકર્માણથી બચાવવા હિમાયત કરવામાં* આવેલ છે…_
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકોની સુરક્ષા માટે એક પછી એક પગલાંઓ લેવાનું શરૂ* જ રાખવામાં આવેલ છે ત્યારે જૂનાગઢ *પોલીસ દ્વારા કાયદાના પાલન માટે વારંવાર જાણ કરવામાં આવેલ હોવા છતાં તેમજ લોકોના ફાયદા માટે ઘરમાં રહેવા અવાર નવાર જાહેરાત કરવામાં આવેલ હોવા છતાં, અમુક તત્વો કાયદાની ઐસીતૈસી કરી, કોરોના વાયરસનાં ફેલાવા બાબતને હળવાશથી લેતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા કડક પગલાં લેવાની સાથે સાથે જાગૃત કરવા હોર્ડિંગ/પોસ્ટરો દ્વારા જાહેરાત કરવા શરૂ* કરવામાં આવેલ છે.
_જૂનાગઢ જિલ્લાના પોલીસઅધિક્ષક સૌરભસિંઘ તેમજ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે *મારવાડી શેર એન્ડ ફાઇનાન્સ લિમિટેડ, જૂનાગઢના સુધીરભાઈ સેજપાલની મદદથી 500 જેટલા પોસ્ટરો બનાવી,* તેમાં માસ્ક પહેરવા, સોશીયલ ડિસ્ટન્સ (છ ફૂટ અંતર) જાળવવા, સાબુથી વારંવાર હાથ ધોવા, સેનેટાઇઝર નો ઉપયોગ કરવા, વિગેરે સુચનાઓ લખી, માંગનાથ રોડ, પંચહાટાડી, ઢાલરોડ, ઝાંઝરડા રોડ, તળાવ દરવાજા, કાળવા ચોક, વિગેરે વિસ્તારોમાં દુકાનો ઉપર લગાડી બજારમાં ખરીદી માટે આવતા લોકો વાંચી શકે એ રીતે રાખવામાં આવેલ છે. આમ, જૂનાગઢ શહેરની બજારમાં ખરીદી કરવા આવતા લોકો વાંચી શકે તે રીતે ગોઠવી, લોકોને જાગૃત કરવા *નવતર પ્રયોગ* કરી, લોકોના અંતરાત્માને ઢંઢોળવા પ્રયાસ કરવામાં આવેલ છે.
*જૂનાગઢ પોલીસ દ્વારા વધુ એક નવતર પ્રયોગ દ્વારા લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ છે…_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ


