Uncategorized

45 જેટલા રસોઈયા રાજસ્થાન મહારાષ્ટ્ર જવાની જીદ પકડેલી હોવાથી પોલીસ દ્વારા સમજવામાં આવતા જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી અહીંયા

45 જેટલા રસોઈયા રાજસ્થાન મહારાષ્ટ્ર જવાની જીદ પકડેલી હોવાથી પોલીસ દ્વારા સમજવામાં આવતા જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી અહીંયા રહેવા સહમત થયા

💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ*દ્વારા લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે લોક ડાઉન પછી મજૂરોને કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા માટે પોતાના વતનમાં જવા અટકાવેલા છે. જે પૈકી 45 જેટલા રસોઈ કામ કરતા તેમજ કેટરિંગનું કામ કરતા યુવાનો, જે ગ્રાન્ડ પટેલ રેસ્ટોરન્ટમાં કામ કરતાં હતાં, ત્યાં રેસ્ટોરન્ટ ના માલિક વિનુભાઈ પટેલ દ્વારા તેઓની રહેવાની તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.ત્યારે લોક ડાઉન તા. 03.05.2020 સુધી વધારવામાં આવેલ હોઈ, આ 45 કામ કરતા રસોઈયા પૈકી અમુક લોકો રાજસ્થાન મહારાષ્ટ્ર જવાની જીદ પકડેલી હોવાની રેસ્ટોરન્ટના માલિક વિનુભાઈ પટેલ દ્વારા જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને રજુઆતકરવામાં આવી હતી

જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા તથા ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા જાતે ત્યાં જઈ, *ગ્રાન્ડ પટેલ રેસ્ટોરન્ટ ખાતે રાખવામાં આવેલ મજૂરોને રૂબરૂ જઈ, હાલમાં જ્યાં સુધી લોક ડાઉન ચાલુ છે ત્યારે વાહન વ્યવહાર બંધ હોઈ, તેઓ રાજસ્થાન કે મહારાષ્ટ્ર જઈ શકશે નહીં. પોતાના શેઠ દ્વારા તેઓ તમામની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હોઈ, આવી સગવડ અન્ય કારીગરોને કોઈએ કરી આપી નથી, તેવી સમજણ પાડવામાં આવેલ હતી. ઉપરાંત, તમામ કારીગરો તથા રસોઈયાઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા માસ્ક પહેરવા પણ સમજ કરવામાં આવી હતી. જુનાગઢ પોલીસ દ્વારા વ્યવસ્થિત સમજાવવામાં આવતા, તમામ કારીગરો જ્યાં સુધી લોક ડાઉન ચાલુ રહે ત્યાં સુધી અહીંયા જ રહેવા સહમત થયા હતા.

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા
જરૂરિયાત મંદ લોકોને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે કારીગરોને કોઈ પ્રશ્ન હોય તો, મોબાઈલ નંબર આપી, જાણ કરવા જણાવવામા આવેલ હતું. જૂનાગઢ પોલીસની લોક ડાઉન પિરિયડ દરમિયાન કપરા સમયમાં પડખે ઉભા રહી, સંતોષકારક સમજણ આપવામાં આવતા, કારીગરો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો. *લોક ડાઉન હાલમાં લંબાવેલ હોઈ, તમામ મજૂરોએ પોતાની માલિક દ્વારા કરવામાં આવેલ સગવડ અંગે સંતોષ વ્યક્ત* કરવામાં આવેલ હતો….._

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ_

IMG-20200421-WA0076.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *