Delhi

મિશનરીઓનું અપહરણ કરી ૧૦-૧૦ લાખ માગ્યા

નવી દિલ્હી
અમેરિકી ગુપ્તચર એજન્સી એફબીઆઈ અને હૈતીની પોલીસ સતત આ જૂથને વાતચીત કરવા માટેની સલાહ આપી રહી છે જેથી તમામ લોકોને સુરક્ષિત રીતે છોડાવી શકાય. આતંકવાદીઓએ શનિવારે હૈતી ખાતેથી અમેરિકી ઈસાઈ મિશનરીઓનું તેમના પરિવારજનો સાથે અપહરણ કર્યું હતું. તમામ મિશનરીઓ રાજધાની પોર્ટ-ઓ-પ્રિંસના એક અનાથાલયમાંથી બહાર જઈ રહ્યા હતા તે સમયે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ પોતાના જૂથના કેટલાક મેમ્બર્સને મુકવા માટે બસ દ્વારા એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા. અપહ્યત લોકોમાં મિશનરીઓના બાળકોનો પણ સમાવેશ થાય છે. કેરેબિયન દેશ હૈતી ખાતે ત્યાંના આતંકવાદીઓએ અમેરિકા અને કેનેડાના ૧૭ મિશનરીઓનું તેમના પરિવાર સહિત અપહરણ કરી લીધું છે. આતંકવાદીઓએ અમેરિકા અને કેનેડાના ૧૭ ઈસાઈ મિશનરીઓની મુક્તિના બદલામાં ૧૦-૧૦ લાખ રૂપિયાની માગણી કરી છે. આ બધાને છોડી મુકવા માટે આતંકવાદીઓએ કુલ ૧૭ મિલિયન એટલે કે, ૧૭૦ લાખ રૂપિયા માગ્યા છે. પ્રત્યેક મિશનરીના બદલામાં ૧૦ લાખ રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું છે. ન્યાય મંત્રી લિસ્જટ ક્વિટલે આતંકવાદીઓ સાથે વાતચીત ચાલી રહી હોવાની માહિતી આપી હતી. ૪૦૦ માવોજાે આતંકવાદી સંગઠને મિશનરીઓને કેદ કર્યા છે. આ સાથે જ મંત્રીએ આ ભારે મોટી રકમની ખંડણીની પણ પૃષ્ટિ કરી છે. આતંકવાદીઓએ સૌથી પહેલા ઓહાયો સ્થિત ક્રિશ્ચિયન એડમિનિસ્ટ્રીઝને ફોન કર્યો હતો અને ખંડણીની રકમ અંગે જણાવ્યું હતું. અપહ્યત મિશનરીઓ આ સમૂહ સાથે જાેડાયેલા છે.

Terrorists-kidnap-17-US-and-Canadian-missionaries.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *