Delhi

આઈડીબીઆઈ બેન્કે આ ડિફોલ્ટના સમાચારને ફગાવ્યા

નવીદિલ્હી
આઈડીબીઆઈ બેન્કે મુંબઇ બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત સંઘવી એક્સ્પોર્ટ્‌સ ઇન્ટરનેશનલ અને તેની ૪ સહાયક કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ કંપનીઓના ૧૩ ઉચ્ચ અધિકારી અને ગેરેન્ટર્સ વિરુદ્ધ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. આ ચાર સહાયક કંપનીઓ છે – સંઘવી ડાયમંડ્‌સ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, સંઘવી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, સંઘવી સ્ટાર રિટેઇલ પ્રાઇવેટ લિમિટેડ અને રોયલ સ્ટેટ હોલ્ડિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. કંપનીની બે ફેક્ટરી ગુજરાતના સુરત ઉપરાંત મુંબઇમાં પણ છે. ઓક્ટોબર ૨૦૧૮માં આ મોટા ડિફોલ્ટના સંકેત મળવા લાગ્યા હતા.હવે દેશની વધુ એક બેન્ક ૈંડ્ઢમ્ૈં બેન્ક સાથે કરોડોના ડિફોલ્ટના સમાચાર આવ્યા છે. અહેવાલો અનુસાર હીરાના વેપાર સાથે સંકળાયેલી સંઘવી એક્સ્પોર્ટ્‌સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ બેન્કને ૬,૭૧૯ કરોડ રૂપિયાનો ખર્ચ ચૂકવવામાં ડિફોલ્ટ થઈ છે. હીરાના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પીએનબીને ૧૪ હજાર કરોડનો ચૂનો લગાવ્યો તે બાદ ભારતના ઇતિહાસમાં હીરા ઉદ્યોગનો આ બીજાે સૌથી મોટો ડિફોલ્ટ મનાય છે. જાેકે, ૈંડ્ઢમ્ૈં બેન્કે એક્સ્ચેન્જને સૂચના આપતા કહ્યું હતું કે, સંઘવી એક્સ્પોર્ટ ઇન્ટરનેશન પ્રાઇવેટ લિમિટેડના ખાતામાં માત્ર ૧૬.૭૨ કરોડ રૂપિયાની જ એનપીએ છે. અને તેની રિકવરી માટે તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે. બેન્કે મીડિયામાં ચાલતી ૬,૭૧૦ કરોડના ડિફોલ્ટના સમાચારોને ફગાવ્યા છે.

IDBI-Raid-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *