નવીદિલ્હી
આવતા વર્ષની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરનો સમાવેશ થાય છે. લખનૌમાં આયોજિત ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં સુશીલ ચંદ્રને રાજકીય પક્ષો તરફથી મળેલા સૂચનો વિશે પણ જણાવવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે કહ્યું કે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને યુપીમાં પોલિંગ બૂથની સંખ્યા વધારીને ૧૧ હજાર કરવામાં આવશે. અગાઉ એક બૂથ પર ૧૫૦૦ વોટ થતા હતા. જે હવે ૧૨૦૦ કરવામાં આવ્યા છે. લખનૌમાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે ૧૮ થી ૧૯ વર્ષની વયજૂથમાં નવા મતદારોની સંખ્યા છેલ્લી ચૂંટણી કરતાં ત્રણ ગણી વધારે છે. જેમાં હજાર પુરૂષ મતદારોમાં ૮૩૯ મહિલાઓની જગ્યાએ હવે ૮૬૮ છે. એટલે કે પાંચ લાખ મહિલા મતદારો વધ્યા છે. તેમજ જણાવ્યું કે ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય મુક્ત, નિષ્પક્ષ, સુરક્ષિત, પ્રલોભન મુક્ત, કાળા નાણાં મુક્ત ચૂંટણી કરાવવાનો છે. તેમણે કહ્યું કે અંતિમ મતદાર યાદી ૫ જાન્યુઆરી સુધીમાં જાહેર કરવામાં આવશે, પરંતુ નામાંકનના અંતિમ દિવસ સુધી વધારાની યાદી બનાવી શકાશે.ચૂંટણી પંચ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. જેમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પર વાત કરવામાં આવી રહી છે. જેમાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના તમામ દળોએ તેમને ચૂંટણી સમયસર કરવા માટે માંગણી કરી છે. એટલે કે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને કારણથી કદાચ હવે ચૂંટણી રદ્દ થશે નહીં.
