Delhi

ચીની હેકર્સ દ્વારા ભારતના સાઈબર વિશ્વમાં ઘૂસ્યા ઃ અમેરિકાનો ઘટસ્ફોટ

નવીદિલ્હી
મે ૨૦૨૦માં લદાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદી મડાગાંઠ સર્જાયા પછી ભારત પર ચીન દ્વારા થતા સાઇબર હુમલા વધી ચૂક્યા છે. માર્ચ મહિનામાં અમેરિકાના સ્થાનિક એજન્સી દ્વારા માહિતી આપવામાં આવી હતી પણ અહેવાલ આપ્યા હતા કે લદાખ મડાગાંઠ મુદ્દે ભારતને ઝુકાવવા ચીન ભારતના મહત્ત્વના મથકો અને માળખાકીય સુવિધાઓને નિશાન બનાવીને સાઇબર હુમલા કરતું રહે છે. રેકોર્ડેડ ફ્યૂચર નામની ઇન્ટરનેટ સિક્યુરિટી કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા અહેવાલ આધારે તે અહેવાલ આપ્યા હતા. તે કંપનીના ધ્યાનમાં આવ્યું હતું કે ભારતમાં વીજ નિયંત્રણ કરી રહેલી સિસ્ટમમાં અર્થાત હાઇ વોલ્ટેજ ટ્રાન્સમિશન સબસ્ટેશન્સ અને કોલસા આધારિત ઊર્જા પ્લાન્ટમાં ચીની માલવેર ઘૂમી રહ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં મુંબઇ ખાતે સર્જાયેલા વીજસંકટને રેકોર્ડેડ ફ્યૂચર કંપનીએ આ ચીની હેકિંગ પ્રવૃત્તિ સાથે જ સાંકળી હતી.સંરક્ષણ સમીક્ષકો અને યુદ્ધનો ઇતિહાસ લખનારા ઇતિહાસકારો કહેતા રહે છે કે આગામી યુદ્ધ જમીન પર, હવામાં કે પાણીના પેટાળમાં નહીં લડાય પરંતુ સાઇબર વિશ્વમાં વર્ચ્યુઅલ લડાઈ લડાશે. દાયકાઓથી ચીન આ મુદ્દે અમેરિકા અને યુરોપીય દેશોને હંફાવતું રહ્યું છે અને હવે ચીની હેકર્સ દ્વારા ભારતના સાઇબર વિશ્વમાં પગપેસારો થઈ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *