નવીદિલ્હી
દક્ષિણ આફ્રિકા જતા પહેલા ભારતીય ટીમને મુંબઈમાં ૩ દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવી હતી. બાદમાં દક્ષિણ આફ્રિકા પહોંચ્યા પછી પણ ભારતીય ટીમ ૧ દિવસ માટે ક્વોરેન્ટાઇન પર રહી હતી. ભારતીય ટીમ ૧૭ ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા પહોંચી હતી અને એક દિવસ માટે ક્વોરેન્ટાઇન થયા બાદ ટીમે પ્રશિક્ષણ પણ શરૂ કરી દીધું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમને તાલીમ આપતી વખતેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના વધતા જતા કેસોને જાેતા દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે પ્રથમ ટેસ્ટની ટિકિટ ન વેચવાનો ર્નિણય લીધો છે. નવી કોરોના ગાઇડ લાઇન મુજબ સરકારે ૨ હજાર લોકોને પ્રવેશવાની મંજૂરી છે, છતાં દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે દર્શકોની હાજરી વિના પ્રથમ ટેસ્ટ યોજવાનો ર્નિણય લીધો છે. જાેકે, સ્ટેડિયમમાં એસોસિએશન અને સ્થાનિક પદાધિકારીઓ હાજર રહેશે. વાન્ડરર્સ ખાતે ૩ થી ૭ જાન્યુઆરી દરમિયાન રમાનારી બીજી ટેસ્ટમાં દર્શકોના પ્રવેશને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. હજી સુધી ટિકિટ વેચાણ માટે મૂકવામાં આવી નથી. સ્ટેડિયમના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે કે દર્શકોને એન્ટ્રી આપવામાં આવશે કે નહીં તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. આ અંગે વધુ માહિતી જલ્દી આપવામાં આવશે. ટેસ્ટ મેચોની સાથે વનડે સિરીઝમાં પણ દર્શકોના પ્રવેશ અંગે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. જાે ઓમિક્રોનના કેસોમાં સતત વધારો નોંધાતો રહેશે તો ભારત-આફ્રિકા સિરીઝ સ્ટેડિયમમાં દર્શકો વિના જ રમાડવામાં આવશે. ભારતીય ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ અને ત્રણ વન-ડેની શ્રેણી રમવાની છે, જેની પ્રથમ ટેસ્ટ ૨૬ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન સેન્ચુરિયન ખાતે રમાશે. ઓમિક્રોનના વધતા કેસોના કારણે સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ પાર્કમાં રમાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
