Delhi

રાહુલ ગાંધીએ મોહન ભાગવત પર આકરા પ્રહાર કર્યા

નવીદિલ્હી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી)ના વડા મોહન ભાગવતે શનિવારે કહ્યું હતું કે મીડિયામાં સંગઠનને સરકારના રિમોટ કંટ્રોલ તરીકે રજૂ કરવામાં આવે છે, જે બિલકુલ સાચું નથી. તેમણે એમ પણ કહ્યું કે ભારત ભલે વિશ્વ મહાસત્તા ન હોય, પરંતુ તે ચોક્કસપણે મહામારી પછીના યુગમાં વિશ્વ ગુરૂ બનવાની ક્ષમતા ધરાવે છે. ભાગવતે એકતા માટે હાકલ કરતા કહ્યું કે ભારતની અવિભાજિત ભૂમિ સદીઓથી વિદેશી આક્રમણકારો સાથેની ઘણી લડાઈઓ હારી ગઈ કારણ કે સ્થાનિક વસ્તી એક ન હતી. સમાજ સુધારક ડૉ. બી.આર. આંબેડકરને ટાંકીને તેમણે કહ્યું કે, “અમે ક્યારેય કોઈની તાકાતથી હાર્યા નથી, પરંતુ અમારી નબળાઈઓથી હાર્યા છીએ”ઇજીજી વડા મોહન ભાગવતે કહ્યુ હતુ કે તમામ ભારતીયોના ૪૦,૦૦૦ વર્ષથી ડ્ઢદ્ગછ એક સમાન છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને ભાગવત પર તેમજ હિંદુત્વ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ ટ્‌વીટમાં કહ્યું, ‘હિંદુઓ માને છે કે દરેક વ્યક્તિનો ડ્ઢદ્ગછ અલગ અને અનોખો હોય છે. હિન્દુત્વ માને છે કે તમામ ભારતીયોનો ડ્ઢદ્ગછ એક સરખો છે.’ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી)ના વડા મોહન ભાગવતે (ઇજીજી) કહ્યું હતું કે ૪૦,૦૦૦ વધુ વર્ષોથી, ભારતમાં તમામ લોકોનો ડ્ઢદ્ગછએ સમાન છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જે લોકો હિંદુત્વમાં માને છે તે તમામ ભારતીયો માને છે કે તમામ ભારતીયોના ડ્ઢદ્ગછ એક જ છે પરંતુ હિંદુઓ માને છે કે દરેક વ્યક્તિનો ડ્ઢદ્ગછ અલગ અને અનન્ય છે. કોંગ્રેસ નેતાની ટીપ્પણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કરેલ નિવેદનનો વળતો પ્રહાર હતો.

Rahul-Gandhi-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *