ઊનાના ઊંટવાળા ગામે રહેતા ગીગાભાઇ કરણાભાઇ સોલંકીની ખેતીની જમીન ગાંગડા ગામે ખાતા નં.૬૪૦ વાળી સર્વે નં.૯૧૯ પૈકી વાળી જમીન આવેલ છે. ખેતીમા તલનું વાવેતર કરેલ હતું. અને તા.૧૭ મે.ના રોજ તાઉતે વાવાઝોડા દરમ્યાન તમામ પાકને ભારે નુકસાન થયેલ છે. સરકારે નુકસાન સહાય આપવા જાહેરાત કરેલ ત્યારે ખેતીમાં નુકસાન અંગેનું ફોર્મ ભરેલ હતું. પરંતુ પાંચ માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં આજ સુધી કોઇ સર્વે તેમજ સ્થળ ખરાઇ કરવામાં આવેલ નથી કે પછી કોઇજાતની સહાય પણ ચુકવવામાં આવેલ નથી. આ બાબતે ગાંગડા ગ્રામ્ય પંચાયતના ગ્રામસેવક તેમજ વિસ્તરણ અધિકારીને અવાર નવાર રૂબરૂ મળી જાણ કરવા છતાં યોગ્ય જવાબ આપતા ન હોય અને તમારૂ નામ સર્વે સીટમાં ન હોવાથી તમને વળતર નહી મળે તેવું જણાવી છટકબારી કરતા હોય છે. જ્યારે ગ્રામ સેવકો પોતાના મળતીયાઓ પાસે સેટીંગ કરી કમિશન આપતા હોવાથી તેમને તાત્કાલીક સહાય જમા કરાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ તેવા આક્ષેપ સાથે ગીગાભાઇ કરણાભાઇ સોલંકીએ જીલ્લા ખેતીવાડી અધિકારી, જી. પંચાયત કચેરી ઇણાજ લેખિત રજુઆત કરી યોગ્ય તપાસ કરી સહાય ચુકવવા માંગણી કરેલ છે.
