Gujarat

ઊના દેલવાડા રોડ પર ટ્રેક્ટરની ટ્રોલીની વાડ ખુલ્લી જતા પથ્થર રસ્તા પર વેરાયા…

ઊના દેલવાડા રોડ પર અવાર નવાર ટ્રેક્ટરમાં કાકરી તથા પથ્થરો ભરીને જતા હોય ત્યારે ટ્રેક્ટરની વાડ ખુલ્લી જવાના કારણે ટ્રેલીમાં ભરેલ કાકરી, પથ્થરો રસ્તા પર વેરાય જતા હોવાની ઘટના જોવા મળતી હોય છે. ત્યારે આજે બપોરના સમયે ઉના થી દેલવાડા તરફ પથ્થરના ટોળા ભરેલુ ટ્રેક્ટર પુરઝડપે જતુ હતું. ત્યારે રસ્તા પર ખાડાઓના કારણે અચાનક ટ્રેક્ટરની ટ્રોલીની વાડ ખુલી જતાં ટ્રોલી માંથી એક-એક કરતા પથ્થરો હાઇવે રસ્તા પર વેરાયા હતા. રસ્તા પર મોટા મોટા પથ્થરો પડતાજ પાછળથી આવતા નાના મોટા વાહન ચાલકોને અકસ્માતનો ભય જોવા મળ્યો હતો. જોકે આ પથ્થર એક કિ.મી. સુધી રસ્તા પર પથ્થર પડેલા જોવા મળેલ પરંતુ ટ્રેક્ટરના ડ્રાઇવરને બાઇક ચાલકે જાણ કર્યા બાદમાં ખ્યાલ આવ્યો કે આ રસ્તા પર કેટલાય પથ્થરો પડેલ હતા. જોકે આવી ઘટનાથી વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. આ રસ્તા પર પથ્થરના કારણે કોઇ વાહન અકસ્માતનો ભોગ બને તો જવાબદારી કોની તેવા વાહન ચાલકોમાં અનેક સવાલો ઉઠવા પામેલ..

-રોડ-પર-ટ્રેક્ટરની-ટ્રોલીની-વાડ-ખુલ્લી-જતા-પથ્થર-રસ્તા-પર-વેરાયા-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *