Gujarat

ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાંતા – અંબાજી દ્વારા 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ની ઉજવણી કરવામાં આવી

*શાળાના વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાના અધિકાર અને ફરજો વિષેની માહિતી આપવામાં આવી*
દેશભરમાં ૨૪મી ડિસેમ્બરે ના દિવસને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવા માં આવ્યો હતો. અંબાજી માધ્યમિક શાળાઓના વિદ્યાથીઓ અને વાલીઓને ગ્રાહક સુરક્ષા નું શિક્ષણ મળી રહે તેમજ ગ્રાહક તરીકે ની જાગૃતતા થાય અને ખાદ્યપદાર્થો માં ભેળસેળ ની જાગૃતતા આવે તે હેતુ થી જાગૃત ગ્રાહક મંડળ અંબાજી, દાંતા દ્વારા ૨૪ ડીસેમ્બરના રોજ શાળાઓ માં “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ” ની ઉજવણી કરવા માં આવી હતી. જે અંતર્ગત શાળાના વિદ્યાથીઓ માટે ગ્રાહક જાગૃતિ અને સેમિનાર કાર્યક્રમનું  કરવામાં આવ્યો હતો.માધ્યમિક શાળાના આચાર્ય અને શિક્ષણ શિક્ષકો, દાંતા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ વિપુલભાઈ ગુર્જર અંબાજી ગ્રાહક સુરક્ષા મંડળના ઈન્ચાર્જ સુનિલભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાના અધિકાર અને ફરજો વિષેની માહિતી આપવામાં આવી હતી
@@ *થીમ : ગ્રાહક તમારા અધિકાર જાણો.*
*ગ્રાહક જાગૃતિ એજ સલામતી* @@
ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અને ભારત સરકાર દ્વારા તેમના અધિકારોને પ્રોત્સાહન આપવાના હેતુસર 24 ડિસેમ્બર, 1986ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરીથી ગ્રાહક સુરક્ષા કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદા દ્વારા દેશના ગ્રાહકોને કેટલાક અધિકારો આપવામાં આવ્યા છે.ગ્રાહકોને અયોગ્ય વેપાર વ્યહવાર, સેવાઓની, ઉણપ અથવા ખામીયુક્ત ચીજોથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષા કાયદો ઘડવામાં આવ્યો. તેમાં સુધારો કરવાની જરૂરત લાગતા ગ્રાહક સુરક્ષા ધારો-૨૦૧૯ લાગુ કરવામાં આવેલ છે. જેમાં –
ગ્રાહકને મળતા અધિકારો
સલામતીનો અધિકાર: ગ્રાહકોને તેમના વિતરણ અને માર્કેટિંગ સામે ગ્રાહક ફોરમમાં જવાનો અધિકાર છે.
માહિતીનો અધિકાર: આના હેઠળ ગ્રાહકો પાસે માલ અથવા સેવાઓની ગુણવત્તા, પ્રમાણભૂત, માપ, મૂલ્ય અને ચોકસાઈ વિશેની માહિતી મેળવવાનો અધિકાર છે.
પસંદગીનો અધિકાર: ઉપભોક્તાને સ્પર્ધાત્મક ભાવે માલના વિવિધ ચલણ પસંદ કરવાનો અધિકાર છે. તે જ પ્રકારની સામગ્રી ખરીદવા અને તેને ખરીદવા માટે દબાણ કરી શકાતું નથી.
સાંભળવાનો અધિકાર: કોઈ પણ ગ્રાહક ફરિયાદ પર તે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સાંભળવામાં આવશે.
સોલ્યુશનનો અધિકાર: આના હેઠળ ગ્રાહકોને અનુચિત વેપાર, વર્તન અને શોષણના ઉકેલની માગણી કરવાનો અધિકાર છે.
શિક્ષણનો અધિકાર: ગ્રાહક પાસે ઉપલબ્ધ માલ અને સેવાઓના ઉપયોગ ઉપરાંત લાભો અને નુકસાન વિશેની માહિતી મેળવવાનો અધિકાર છે.
સભાન ગ્રાહકો
– કોઈપણ કપટથી બચવા માટે ગ્રાહકની વિચારસરણી અને ખરીદી સમયે તેની રસીદ ખરીદો, જેથી જો જરૂરી હોય તો માલ બદલી શકાય અથવા દાવો કરી શકાય.
– ઉત્પાદનના વપરાશની સમાપ્તિ તારીખ તપાસવાની ખાતરી કરો. દુકાનદારોની આંખો પર વિશ્વાસ ના કરો તેજ રીતે ખરીદી વિશેની સંપૂર્ણ સંશોધન પછી જ તેને ખરીદો.
કાર્યક્ષેત્રની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ તો –
દાંતા તાલુકો તે ૯૫% વસ્તી એસટી જાતિના છે અહીની પ્રજા છુટા છવાયા વિસ્તાર અને શહેરથી થોડી દુર રહેવા વાળી વસ્તી છે શિક્ષણ અને બાહ્ય જ્ઞાન ઓછું છે માણસ માત્ર એક ગ્રાહક તરીકેની ભૂમિકા હર ઠેકાણે ભજવે છે દરેક માનવ જયારે ગરીબ, મધ્યમ કે નોકરિયાત કેમ ન હોય તેને નાણા ની અવેજમાં કોઈપણ ચીજવસ્તુ કે સેવા લેવાની થાય છે જેમાં ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક હક્કો સાથે જવાબદારીઓ બાબતે લોકોમાં જાગરૂકતા જરૂરી છે અને તે સારું સંસ્થા કામ કરી રહેલ છે.
વધુમાં ડિજીટલ બજારો ડિઝીટલ વ્યહાવારના ઉપયોગ ઓનલાઈન વ્યહાવરો, ખરીદી, તકેદારી, હાલ સ્પર્ધાત્મક બજારો અને અર્થપૂર્ણ પસંદગીઓ બાબતે સુરક્ષા,સમાન અધિકારો ઓફલાઇન અને ઓનલાઇન છે કે નહિ તે તકેદારી. એકાઉન્ટ રાખતા અગાઉ ડિજિટલ પ્રદાતાઓએ પહેલા લગત શાખામાંથી જાણકારી, દરેક વ્યક્તિને પોસાય અને સારી ગુણવત્તા ઇન્ટરનેટ ઍક્સેસ છે પણ વાપરતા ઉપયોગ કરતા ધ્યાને લેવાની બાબતો જાણવી, ઉત્પાદનો અને સેવાઓ વિશે મહત્વની માહિતી જેવીકે નામ, સરનામું, સંપર્ક નંબર કોઈ એવો આધાર કે ઓનલાઈન સર્ચ કરી શકાય તે જોવું રહ્યું. ડિઝીટલ દુનિયાનો ઉપયોગ કરતા પહેલા નક્કી કરો કે વાજબી શરતો છે ખરી? ડિજિટલ શિક્ષણ અને જાગૃતિ , છળ કપટ અને દુરુપયોગ સામે રક્ષણ છે ખરું ? આપણી વ્યક્તિગત માહિતી અને ગોપનીયતા પર નિયંત્રણ છે કે નહી ?, તમામ ડિઝીટલ વ્યહાવારો સામે સુરક્ષા અને અસરકારક નિવારણ છે કે નહિ ? ઓનલાઈન વ્યહવારો જેવાકે બેંક, એટીએમ, પેટીએમ, સ્પાઈસ મશીન, લાગત એપ, પાસવર્ડ, પીન નંબર. અને તકેદારી, સાયબર ગુન્હાઓ અને તકેદારી બાબતે લોક જાગૃતિ મહત્વનો ભાગ ભજવી જાય છે આવી વિવિધ પ્રકારની બાબતોએ શ્રી શક્તિ ખાદી ગ્રામોદ્યોગ સંઘ સંચાલિત ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા કામ કરી રહેલ છે .
વધુમાં ગ્રાહક હિતમાં ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાંતા – અંબાજી દ્વારા હર વખતની જેમ લોક જાગૃતિનું કામ કરતા ગણાબધા ટેકનીકલ ગૃપો, તજજ્ઞો સાથે એટલે કે જુદા-જુદા ન્યુઝ, સાયબર ક્રાઈમ, સી.આઈ.ડી ક્રાઈમ, લોકલ ક્રાઈમ, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાને લગત એન.જી.ઓ. સાથે પણ જોડાયેલ છે જેથી દૈનિક ડીઝીટલ ઇન્ડિયાના માધ્યમ / શોશિયલ મીડિયા (વોટ્સેપ, ફેસબુક, ટેલીગ્રામ) માં ગ્રાહક જાગૃતિની વિવિધ ઝાંખી / મુદ્દાઓ મૂકી ચર્ચા કરી લોકોને ઉજાગર કરવાનો પ્રયન્ત કરે છે અને અવિરત ચાલુ છે સાથે સાથે અધિકારીશ્રીઓના માર્ગદર્શન અને સહકાર / સહયોગથી સતત પ્રયત્ન કરી રહ્યા છીએ
ગ્રાહક હિતોની માહિતીઓ વિષય અનુરૂપ લગભગ Facebook – DantaGrahaksurksha Danta ઉપર દૈનિક મુકવામાં આવે છે અને ફોલોવર્સ દ્વારા તેની જાણકારી અને અનુભવો પણ પ્રાપ્ત થાય છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20211224_201813.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *