Gujarat

મંત્રીશ્રી વિવિધ ગ્રામમાં લોક સંપર્ક, એ.પી.એમ.સી. જોડીયા ખાતે ખેડૂતો સાથે બેઠકમાં હાજરી આપશે

પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે, જેમની આ મુલાકાત દરમિયાન તેઓ તા.૨૪/૧૨/૨૦૨૧ શુક્રવારના રોજ સવારે ૮:૦૦ કલાકે ધ્રોલ ખાતે લોકસંપર્ક, ૯:૩૦ કલાકે એ.પી.એમ.સી. જોડીયા ખાતે અતિવૃષ્ટિ અને પૂરથી ઉંડ-૨ તથા આજી-૪ સિંચાઇ યોજનાના નીચવાસના તૂટી ગયેલ કાંઠા અંગેના પ્રશ્નો બાબતે ખેડુતો સાથે બેઠક યોજશે, ત્યારબાદ ૧૧:૩૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન સરકિટ હાઉસ ખાતે લોકો સંપર્ક યોજી લોકોને રૂબરૂ મળશે. મંત્રીશ્રી જામનગરના ગ્રામ્ય વિસ્તારો ગોકુલપરા, બાળા, મોટીબાણુંગર, નાની બાણુંગર ખાતે ૧૭.૪૫ થી ૧૯.૪૫ દરમ્યાન લોકસંપર્કમાં હાજરી આપશે.

દિવ્યા ત્રિવેદી                

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *