મહેસાણા
ગુરુકૃપા ટ્રાવેલ્સને કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે તેની શરતોમાં જણાવ્યું હતું કે, ફ્યુઅલના ભાવ વધારાને સાંકળી લેવાયો છે. જે મુજબ કરારની તારીખથી દર વર્ષ ફ્યુઅલના ભાવમાં થયેલો વધારો કે ઘટાડાને ધ્યાને રાખી ભાવમાં તેટલા ટકાનો ફેરફાર કરાશે. સદર ટેન્ડર ભરવાની છેલ્લી તારીખના ફ્યુઅલના ભાવ બેઝિક રેટ તરીકે ગણવામાં આવશે. મહિના દરમિયાન ફ્યુઅલના ન્યૂનતમ ફ્યુઅલ રેટ મુજબ વધારો કે ઘટાડો અપાશે. ફ્યુઅલ રેટ ચૂકવવા માટે બસની લીટર કિલોગ્રામ ફ્યુઅલ દીઠ રૂ ૬.૦ કિલોમીટરની એવરેજ ગણવામાં આવશે. માસના અંતે બીલની સાથે વધારા ઘટાડા ચૂકવવાના કપાત માટે સરકાર માન્ય પંપ પરથી મહિના દરમિયાન ફ્યુઅલના ભાવો સર્ટીફાઈ કરીને મોકલી આપવાના રહેશે. શરતો મુજબ એજન્સી દ્વારા પાલિકાને ઓક્ટોબર અને નવેમ્બરના આર.આર પેટ્રોલિયમના લેટર પેડ પર સર્ટિફાઇડ કરેલા ભાવ રજૂ કરવામાં આવ્યા છે.પેટ્રોલ અને ડીઝલના ભાવની સાથે સાથે ઝ્રદ્ગય્ના ભાવો પર સતત વધી રહ્યા છે. ત્યારે મહેસાણા શહેરમાં સીટી બસ સેવા પૂરી પાડતી ગુરુકૃપા ટ્રાવેલ્સને પાલિકાએ ઝ્રદ્ગય્માં ભાવ વધારાને પગલે ભાવવધારો ચૂકવવો પડશે.
