રાજકોટ
રાજકોટમાં ૧૪ ડિસેમ્બરના રોજ રાત્રિના ૧૧ વાગ્યાની આસપાસ ઝૂંપડામાં લાઈટ ન હોવાથી પરિવારે દીવો કરવા બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું. શીશામાં કેટલું પેટ્રોલ છે તે જાેવા દીવાસળી ચાંપતા ઝૂંપડુ ભડભડ સળગ્યું હતું. આગ ભભૂકી ઊઠતાં એક, આઠ અને દસ વર્ષની ત્રણ બાળકી સહિત ૫ વ્યક્તિ દાઝી જતાં તમામને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. લાઇટ જતી રહી હતી આથી દીવો કરવા માટે બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું, શીશામાં પેટ્રોલ જાેવા માટે દીવાસળી સળગાવી તો ભડકો થયો અને આગ આખા ઝૂંપડામાં પ્રસરી ગઇ હતી. બાદમાં બધા આગની ઝપેટમાં આવી ગયા હતા. ચનાભાઈ ભંગાર વીણવાનું કામ કરે છે. સારવારમાં રહેલા રૂપાબેન મૃતક બાળકીના માસી છે. તેઓ બહારગામથી આવ્યા હતા અને તેઓ પણ દાઝી ગયા હતા. મૃતક બાળકી એક ભાઈ અને ચાર બહેનમાં નાની હતી. ઝૂંપડામાં આગ લાગતાં પૂરી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.૧), પ્રિયા સન્નીભાઈ સોલંકી (ઉં.વ.૧૦), ભાવુબેન ચંગાભાઈ સોલંકી (ઉં.વ.૨૫), પૂંજી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.૮), રૂપા સુનીલભાઈ સોલંકી (ઉં.વ.૨૬) અને બે બાળક દાઝી જતાં તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ પૂરી અને ભાવુબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે પ્રિયાની હાલત અતિગંભીર છે. જાેકે આ ઘટનામાં એક દીકરી બચી ગઈ હતી. બનાવની જાણ થતાં તરત જ ૧૦૮ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતા. ફાયરબ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જાેકે આગમાં આખું ઝૂંપડું બળીને ખાખ થઇ ગયું હતું. કડકડતી ઠંડીમાં ઝૂંપડાનો આશરો પણ છીનવાઈ જતાં આ ગરીબ પરિવાર માટે ઉપર આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આટલું પણ ઓછું હોય તેમ સારવાર દરમિયાન ૧ વર્ષની બાળકી અને હવે તેની માતાનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ જાેવા મળી રહ્યો છે.રાજકોટમાં આજથી ૭ દિવસ પહેલા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ દેવનગરમાં ઝૂપડામાં આગ ભભૂકતાં એક જ પરિવારના ૫ લોકો દાઝી ગયા હતાં અને ૧ વર્ષની બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યાં આજે સારવાર દરમિયાન તેની માતા ભાવુબેન ચંગાભાઇ સોલંકી (ઉ.૨૫)નું પણ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. જયારે અન્ય બાળકી પ્રિયા સોલંકી (ઉં.વ.૧૦)ની હાલત અતિગંભીર છે.
