Gujarat

રાજકોટમાં ૧ દિવસમાં ૧૯.૧૩લાખનો વેરો વસૂલાયો

રાજકોટ
રાજકોટના રૈયા ચોકથી શીતલ પાર્ક ચોક રોડ પર ખાદ્યચીજાેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૮ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વાસી પ્રિપેર્ડ શાક, પાઉંભાજી, ગ્રેવી, ભાત, દાળ મળી ૧૮ કિલોનો નાશ અને ૬ પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમજ ગુરૂજી ચીકી, રાજેશ ચીકી અને ચાંદની ચીકીમાંથી શીંગ-ગોળની ચીકીના નમૂના લેવામાં આવ્યા હતા.વેરા-વસુલાત શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત ૧૫૦ ફૂટ રિંગ રોડ પર વોર્ડ નં.૧ અને ૯માં આવેલા સ્વસ્તિક કોમ્પ્લેક્સ, વી-ફીટ કેફે, રામાપીર ચોકડી પાસે આવેલા રાંદલ ઓટો, મંગલ હેર આર્ટ વગેરે મિલકતો પાસેથી કુલ રૂ. ૧૯ લાખ ૧૩ હજાર રૂપિયાના મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવી હતી. વ્યવસાય વેરા માટેની કુલ ૨૬૮ સુનાવણી નોટિસની બજવણી કરવામાં આવી હતી. તેમજ રૈયા ચોક પાસે આવેલા અંબિકા કોમર્શિયલ કોમ્પ્લેક્સની ૨૮૫ મિલ્કતોને ડિમાન્ડ નોટિસની બજવણી કરવામાં આવી છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલા મુખ્ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે વેસ્ટ ઝોનના ૧૫૦ ફૂટ રિંગ રોડ (શીતલ પાર્ક બી.આર.ટી.એસ.થી રૈયા ચોક) ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૨૦ જગ્યાએ ગેરકાયદેસર ખડકાયેલા બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ ૧૯.૧૩ લાખનો મિલકત વેરો વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૮ ફૂડ ઓપરેટરને ત્યાં દરોડા પાડી ૧૮ કિલો વાસી ખોરાકનો નાશ અને ૬ ઓપરેટરને લાયસન્સ અને હાઇજીન માટે નોટિસ ફટકારાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *