Gujarat

રાણપુર તાલુકાના ગોધાવટા પ્રાથમિક શાળા ખાતે તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ યોજાયો..  

સરકાર ના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર-વ-ચેરમેન,ડીસ્ટ્રીક લેવલ કોર્ડીનેશન કમિટી –(DLCC)બી.એ.શાહ  અને જીલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણસિંગ સાંદુની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં શાળા તમાકુ મુક્ત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે માટે સમગ્ર જીલ્લામાં તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં તા-૨૪/૧૨/૨૦૨૧ નાં રોજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.આર.રંગુનવાલા અને ઈ.એમ.ઓ આર.આર. ચૌહાણનાં માર્ગદર્શન નીચે રાણપુર તાલુકાના ગોધાવટા પ્રાથમિક શાળા ખાતે તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં બાળકો સાથે તમાકુ નિષેધ વિષયની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરી પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા  આચાર્ય રાઠોડ વિજયભાઈ તેમજ સમગ્ર શાળા સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20211224-WA0571.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *