સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આ કમોસમી માવઠાંનાં કારણે લોકજીવનમાં બરફીલી ઠંડી.. લોકોને એ સમજાતું નહોતું કે આજે ગરમ વસ્ત્રો પહેરવા કે રેઈનકોટ…?? રાત્રે જોરદાર વરસાદી ઝાપટાં સાથે બરફીલો પવન ફૂંકાયો..!! આવાં વાતાવરણને કારણે શિયાળું પાકને નુકસાન થવાની દહેશત. ભૂમિપુત્રોમાં ચિંતાનું મોજુ આ કમોસમી વરસાદ અને સુસવાટા મારતાં બરફીલાં પવન વચ્ચે માનવજીવન ઠુંઠવાયું. સાવરકુંડલા શહેરમાં ગઈકાલે રાતથી વાતાવરણમાં પલટો આવતાં જ કમોસમી વરસાદનું આગમન થયું રાત્રે લગભગ ત્રણેક વાગ્યાની આસપાસ ભારે પવન સાથે જોરદાર વરસાદનું ઝાપટું પડયું.. આમ તો સમગ્ર રાત દરમિયાન ધીમી ધારે તો વરસાદ સવાર સુધી વરસ્યો. સવારથી ઠંડી અને કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ભેજ અને ભારે ઠંડક ફેલાઈ..
આમ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સમગ્ર રાત દરમિયાન વરસેલા વરસાદને કારણે શહેરનાં સમગ્ર રસ્તા પાણી પાણી થઈ ગયાં હતાં. આ લખાય છે ત્યારે પણ વાતાવરણમાં ઠંડા બરફીલાં પવનને હિસાબે ભારે ઠંડક પ્રવર્તી રહી છે. લોકો પણ આજે એક બાજુ રેઈનકોટ, છત્રી લઈને ગરમ વસ્ત્રો પહેરીને પોતાના કામધંધે જતાં જોવા મળેલ છે..!! કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
જો કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાવરકુંડલાએ તો અગાઉથી જ ખેડૂતોને તાકીદ કરી સાવચેત રહેવા જણાવ્યું હતું.. કમોસમી માવઠાને કારણે રોગચાળો ફેલાવાની દહેશત..

