ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિગમની બસોમાં મુસાફરી કરતા મુસાફરોની પ્રાથમીક સુવિધાઓ જળવાઈ રહે તે હેતુસર રાજયના જુદા જુદા રૂટો ઉપરથી પસાર થતી એસ.ટી.બસોના જતા આવતા રાષ્ટ્રીય–રાજયના ધોરી માર્ગ ઉપર નિગમની બસોના રોકાણ આપવા ઓનલાઈન વિગતો માંગવામાં આવેલ છે. રાષ્ટ્રીય/રાજય ધોરી માર્ગ ઉપર એસ.ટી.બસોના રોકાણ આપવા અંગે જુદા જુદા રૂટોની યાદી ગુ.રા.મા.વા.વ્ય.નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ટેન્ડરમાં રસ ધરાવતી પાર્ટીઓ નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપર દર્શાવેલ રૂટમાંથી લાગુ પડતો રૂટ પસંદ કરી http://www.nprocure.com પર ઓનલાઈન ટેન્ડર તા.૨૨/૧૧/૨૦૨૧ થી તા.૨૨/૧૨/૨૦૨૧ના રોજ ૧૮:૦૦ કલાક સુધી ભરી શકાશે. ઓનલાઈન ટેન્ડર ભર્યા બાદ અસલ ઈ.એમ.ડી/ટેન્ડર ફી અને માત્ર અને માત્ર ટેકનીકલ બીડ ફોર્મ સાથે સપોટીંગ ડોકયુમેન્ટ સીલ બંધ કવરમાં આ કચેરીને તા.૨૩/૧૨/૨૦૨૧ના રોજ ૧૪:૦૦ કલાક સુધીમાં રૂબરૂમાં જમા કરાવવાના રહેશે. ટેકનીકલ બીડ તા.૨૩/૧૨/૨૦૨૧ ના રોજ ૧૪:૧૦ કલાકે ખોલવામાં આવશે. આ ટેન્ડરની પ્રિ-બીડ મીટીંગ તા.૦૩/૧૨/૨૦૨૧ ના ૧૪:૦૦ કલાકે રાખવામાં આવેલ છે. વધુ માહીતી માટે વાણિજય વ્યવસ્થાપક, ત્રીજો માળ, ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ, રાણીપ બસ પોર્ટની બાજુમાં, રાણીપ, અમદાવાદ ખાતેનો સંર્પક કરવા (email-comgsrtc97@gmail.com) વિભાગીય નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે.
વિરેંદ્રસિંહ પરમાર
