Gujarat

હારિજમાં ભાજપ શહેરના વોટ્‌સએપ ગ્રુપમાં ગટર મુદ્દે થઇ બબ્બાલ

પાટણ
ફરી એક વાર હારિજમાં ભાજપ શહેરના વોટ્‌સએપ ગ્રુપમાં બબ્બાલ થઇ હોય એવા સમાચાર સામે આવ્યા છે, હારીજ ભાજપ શહેરના નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ દ્વારા કોર્પોરેટરના પતિને ધમકાવી કોન્ટ્રાકટરને ગાળ બોલતા હોવાનો અશોભનીય શબ્દોના પ્રયોગ કરતો ઓડીયો ક્લીપ વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો. પ્રમુખના પતિએ પૂછ્યા વગર રોડ તોડી નુકસાન કરતા કોર્પોરેટરના પતિ પર નહિ પરંતુ કોન્ટ્રાકટર પર ગુસ્સે થયા હોવાનું જણાવ્યું હતું. હારિજના વોર્ડ-૩ માં ભૂર્ગભ ગટરની ૬૦ મીટરની જરૂરિયાત હોવાના કારણે વોર્ડનં -૩ના કોર્પોરેટર દ્વારા કામ મંજુર કરાવતા ભૂર્ગભ ગટરનું કોન્ટ્રાકટર દ્વારા કામ શરૂ કરવામાં આવતા હારિજ નગર પાલિકા પ્રમુખ રંજનબેન મકવાણાના પતિ નટુભાઈ મકવાણા દ્વારા કામ બંધ કરાવ્યું હતું. જે બાબતે વોર્ડ ૩ ના કોર્પોરેટરના પતિ દ્વારા ફોન કરી પુછવામાં આવતા મહિલા પ્રમુખના પતિ નટુભાઈ મકવાણા દ્વારા કોર્પોરેટરના પતિ અલ્પેશભાઈ પટેલ પૂછ્યા વગર કામ કરવા માટે ધમકાવી કોન્ટ્રાકટરને કામ કરવા અંગે ગાળો બોલતા હોવાનો ઓડીયો રેકોડીંગ હારિજ ભાજપ શહેરના ગ્રુપમાં વાયરલ થતાંની સાથે નગરપાલીકા અને શહેરમાં ચર્ચાસ્પદ બન્યું હતું.
પાલિકાના મહિલા પ્રમુખના પતિ નટુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે નગરપાલિકાનો નવીન રોડ ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખને પૂછ્યા વગર તોડી નાખવામાં આવ્યો હોઈ નુકસાન કરવામાં આવતા આ કોન્ટ્રાક્ટરને બોલ્યો છું. મહિલા કોર્પોરેટરના પતિને બોલ્યો નથી.
ઓડિયો કલીપની વાતચીતના અંશ કોર્પોરેટરના પતિએ ફોન કર્યો. મહિલા પ્રમુખ પતિ ઃ બોલો કોર્પોરેટરના પતિ ઃ ગટર માં શુ કો છો. મહિલા પ્રમુખ પતિ ઃ ગટરમાં અમારે જાેયા વગર ચાલુ નહિ કરવાનું કોર્પોરેટરના પતિ ઃ ચમ મહિલા પ્રમુખ પતિ ઃ અમને પૂછતો નહિ અને ચાલુ કરી નાખે એટલે શું કહેવાય કોર્પોરેટર પતિ ઃ પૂછતો નહિ એટલે માપેલી હતી એટલી ને એટલી નાખવાની હતી મહિલા પ્રમુખ પતિ ઃ તું બોલ બોલ ન કર તને સમજણ પડતી નહીં તું કોને સાંભળ ,અમને પૂછવું પડે કે નહીં કોર્પોરેટર પતિ ઃ એ તો મહિના પહેલા રોડ તોડ્યો હતો. મહિલા પ્રમુખ પતિ ઃ અલ્યા બળદિયા અમને પૂછવું પડે કે નહીં કારકુન ,સીઓ ને પૂછવું પડે એમને એમ તોડી નાખવાના રોડ કોર્પોરેટરના પતિ ઃ શુ કરવાનું કો મહિલા પ્રમુખ પતિ ઃ કશું નહિ શાંતિ રાખ ઓફિસે આવ,સીઓને પૂછી ટેન્ડરમાં છે કે નહીં જાેવુ પડશે. કોર્પોરેટરના પતિ ઃ ટેન્ડરમાં આવી ગયેલ છે.તમે હરદેવને પૂછી લો ને મહિલા પ્રમુખ પતિ ઃ મારે નહિ પૂછવું એ મને ના પૂછે .કોન્ટ્રાકટર ને ખબર ન પડે .હમણાં શાંતિ રાખ હું કરાવું કોર્પોરેટર પતિ ઃ કશું કરાવવું નહિ હું કરું હમણાં દવા . ફોન કટ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *