અમરેલીમાં લૂંટારુઓએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ નાગનાથ બસ સ્ટેન્ડ પાસેથી લૂંટ કરીને હવામાં ઓગળી ગયા હતા. અમદાવાદ પાસિંગની સ્કોર્પિયો કારમાં આવેલા લૂંટારુઓ નાકમાં પહેરવાની સોનાની નથડીસહિત ૨૦ હજારની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વૈભવગીરી હસમુખગીરી ગોસાઈએ ત્રણ અજાણ્યા ઈસમ, એક મહિલા અને એક છોકરી મળી કુલ પાંચ ઈસમો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, બે દિવસ પહેલા સવારે સાડા દસ વાગે તેઓ તેની માતા સાથે નાગનાથ બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા ત્યારે આરોપીઓ સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડી (GJ-01-HQ-9797)માં તેમનીપાસે લૂંટ કરવાના ઈરાદે આવ્યા હતા. તેમની માતાના હાથમાંથી પર્સ, નાકમાં પહેરવાની સોનાની નથડી મળી કુલ ૨૦ હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ તેમને રોકતાં ઢીકાપાટુનો માર મારીને ફરાર થઈ ગયા હતા. બસ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારમાં ઘટના બનતાં થોડીવાર માટે ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પ્રવિણસિંહ પલાસા વધુ તપાસ ચલાવી રહ્યા છે. એવું જાણવા મળેલ છે
