Gujarat

આજરોજ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની અહીં આવેલ ડી.એલ.એજ્યુ.કોલેજમાં ગ્રાહક સુરક્ષા અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજી ભવ્ય ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
આજે ૨૪ મી ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન. આજરોજ સાવરકુંડલા શહેરમાં આવેલ ડી. એલ. એડ્યુ. કોલેજ ખાતે સાવરકુંડલા ઈન્ચાર્જ જિલ્લા તોલમાપ અધિકારી જયરાજસિંહ સોલંકી સાહેબ તોલમાપ ઇન્સ્પેક્ટર સાવરકુંડલા એસ. બી જાલંધરા સાહેબ, તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ સાવરકુંડલા શિવરાજસિંહ ટાંકની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે ગ્રાહક જાગૃતિ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત ઇન્ચાર્જ જિલ્લા તોલમાપ અધિકારી જયરાજસિંહ સોલંકી સાહેબ, તોલમાપ ઇન્સ્પેક્ટર સાવરકુંડલા એસ. બી જાલંધરા સાહેબ, તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ સાવરકુંડલાનાં શિવરાજસિંહ ટાંક અને સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઇ હીરાણી, રવીભાઈ મહેતા, બિપીનભાઈ પાંધી તથા હર્ષદભાઈ જોશીએ ઉપસ્થિત તમામ પ્રાથમિક શિક્ષણ તાલીમાર્થીઓને ગ્રાહક સુરક્ષા કાનૂનની વિશદ છણાવટ કરી અને સવિસ્તર માહિતી આપી હતી. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના સાથે કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીટીસી કોલેજની તાલીમાર્થી બોરીચા રાજેશ્રી નથુભાઈએ કાવ્યાત્મક શૈલીમાં ખૂબ જ સુંદર રીતે કર્યું હતું. અંતમાં આભારવિધિ આ કોલેજનાં પ્રાધ્યાપક ભાવેશભાઈએ કરી. અંતમાં તમામ ઉપસ્થિત તાલીમાર્થીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત પેમ્પેલેટનું વિતરણ પણ કરવામાં આવેલ હતું.. આમ ખરાં અર્થમાં આજરોજ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામે હવે પછી ગ્રાહક તરીકે કદીપણ ન છેતરાવા માટે સતર્કતા રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. સમગ્ર સેમિનારને સફળ બનાવવા માટે કોલેજનાં કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સેમિનાર દરમિયાન તમામ તાલીમાર્થીઓએ ખૂબ જ શાંતિ અને શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમને આત્મસાત કર્યો હતો.

IMG-20211224-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *