સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
મહાન ગાયક મહંમદ રફીનો આજે ૯૭ મો જન્મ દીવસ છે અને દુનિયા રફી સાહેબને ક્યારેય ભૂલી શકે તેમ નથી . આ મહાન ગાયકને એટલે જ વિશ્વ આજે અંજલિ અર્પણ કરી રહ્યું છે ખાસ કરી અમરેલી જિલ્લામાં પણ રફી સાહેબના વિશેષ ચાહકો છે જે રફીના ગીતો દિન રાત ગુંજાવ્યા કરે છે જેથી રફી સાહેબ કાયમ આપણી સાથે હોય તેવું લાગે છે
*ઓ દુનિયા કે રખવાલે જ્યારે રફી સાહેબ દ્વારા રેકોર્ડિંગ કરાયું તો રફી સાહેબ ને લોહીની ઉલટી થઈ હતી* મતલબ આ ગીતમાં તેમણે જાન રેડી દીધી જેથી સંગીતકાર નૌશાદ સાહેબ અને ગીતકાર શકીલ બદાયુંએ રફીની પીઠ થાબડી હતી અને આ ગીત આજીવન અમર થશે નું જણાવ્યું હતું ત્યારે રફી સાહેબ પર્સનલ માનવતાવાદી હતા અને સતત ગરીબોનું ધ્યાન રાખતાં. હાલ જે તેના દીકરાઓ પણ આ વિરાસતને જાળવી છે .તો રફી સાહેબના દિવાના અમરેલી જિલ્લામાં પણ રફીના અવાજમાં જીવંત છે ખાસ કરી સિકંદર પઠાણ હાલ રફીનો વારસો જાળવીને બેઠા છે તેવીજ રીતે સાવરકુંડલાના રજની ભાઈ જાદવ પણ રફીના અનોખા ચાહક હતા. તો અમી ચેરીટેબલ ટ્રષ્ટ ના હાજી ગફાર ભાઈ જાદવ . અબ્દુલ ભાઈ ચાંદ . વારીસભાઈ તેમજ હિતેશ સરૈયા સહિતના અનેક ચાહકોએ હાલ પણ રફીનો વારસો જાળવી તેના નકશે કદમ પર ચાલી રહ્યા છે ત્યારે આ સદીના મહાન ગાયક જે પણ દુનિયામાં હોય તેને સો સો સલામ છે…નફરતકી દુનિયાકો છોડકર પ્યાર કી દુનિયામેં ખુશ રહેના મેરે યાર.. આજે પણ એવાં અવિસ્મરણીય ગીતો જગતનાં કલાપટ પર ગુંજી રહ્યાં છે અને એ જ સાબિત કરે છે કે રફી સાહેબ કદી મૃત્યું પામ્યાં જ નથી. એનો રેશમી મખમલી સંમોહિત કરનાર એ સૂર હજુ પણ અકબંધ અને અમર છે..


