ગિરગઢડા
ભરત ગંગદેવ
આજે ૨૦૦ થી વધારે યુવા ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં માનનિય અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી, હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ અને અધિક મુખ્ય વનસંરક્ષક , વહીવટ અને આઈ.ટી નાં ઓ એ યુવા ઉમેદવારોનું આવેદનપત્ર સ્વીકારેલ ન હતું. ત્યારે યુવા ઉમેદવારો એ 3 કી.મી સુધી અરણ્ય ભવન થી ચાલતા સચિવાલય ગેટ નંબર ૧ પર ગયા હતા. જેમાં પોલીસ અધિક્ષક દ્વારા રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ 4 જેટલા યુવા ઉમેદવારો ને સચિવાલય માં જવા દેવામાં આવ્યા હતા. ત્યાં વનમંત્રીશ્રી અને મુખ્યમંત્રી ને આવેદન સુપ્રત કરવામાં આવ્યુ હતું. વનમંત્રીશ્રી એ બાંહેધરી આપી હતી કે ટૂંક જ સમયમાં “વનરક્ષક” ની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.


