ઊનાના ખાપટ ગામમાં છેલ્લા ઘણા સમયથી લોકોને અલગ અલગ બિમારીમાં સપડાતા અને ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ હતું.. ખાપટ ગામમાં ઘરે ઘરે માંદગી જોવા મળતી હોય તેમ લોકોને વાયરસ ઇન્ફેક્સનથી પગના સાંધા, પેટમાં દુખાવો, તાવ, સહીતની જુદી જુદી બિમારોઓ થવા લાગતા ગામમાં આવા ઘરે ઘરે દર્દીઓ જોવા મળતા આરોગ્યની ટીમ ખાપટ ગામે પહોચી હતી. અને ઘરે ઘરે તપાસ હાથ ધરવામાં આવેલ. અને પાણી ભરેલી ટાંકીમાં દવા નાખવામાં આવેલ તેમજ ઘરે ઘરે સર્વે કરી દવાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ બાબતે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ પગના સાંધા દુખાવા જેવા ચિકનગુનિયા મચ્છરજન્ય રોગચાળો હોય તેથી આવા બિમાર દર્દીઓ જોવા મળેલ તેવા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇ મોકલી આપેલ તેવોના રીપોર્ટ પણ નેગેટીવ આવેલ હોવાનું જણાવેલ અને આખા ગામમાં સર્વે કરી દવાનો છટકાવ તેમજ ફોગીંગ કરવામાં આવેલ છે.
