ઉમેદવારી નોધાવવા મહીલાઓ પણ ઉમટી પડી…
ઊના ગીરગઢડા પંથકની ૧૨૭ ગ્રામ પંચાયતની ચુંટણીના ઢોલ ઢબૂકવાનું શરૂ થતાં રાજકીય માહોલ પણ ધીમે ધીમે ઠંડીના વાતાવરણમાં ગરમાઇ રહ્યો છે. ત્યારે સરકારી કચેરીઓમાં અધિકારીઓ પોહચે એ પહેલા ઉમેદવારો તેમની ઉમેદવારી નોધાવવાજાહેર થયા બાદ હવે ચુંટણીનો માહોલ ધીમે ધીમે રંગ પકડતો જતો હોય તેમ સરકારી કચેરીઓમાં અધિકારીની પહેલા ઉમેદવારો પોતાની ઉમેદવારી નોધાવવા સવારથીજ પોહચી જાય છે.
ઊના ગીરગઢડા પંથકમાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઇ અત્યાર સુધી નિરશ વાતાવરણ જોવા મળતુ પણ છેલ્લા બે દિવસથી ચુંટણીનો માહોલ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતો હોય તેમ દિવસ દરમ્યાન ગામના આગેવાનોને ત્યા મિટીંગ હોય તો ઉનામાં રાજકીય આગેવાનો સાથે બંધ બારણે બેઠકો અને ગામમાં રાત્રીના ગ્રામજનો સાથે બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે ઊના અને ગીરગઢડા ગ્રામ પંચાયતની સરપંચની ૧૨૭ બેઠક હોય જ્યારે વોર્ડની સંખ્યા ૧૧૧૦ બેઠકમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવાનું શરૂ કરી દીધેલ છે. જેમાં ઉના તાલુકાના ૧૦ ગામમો માંથી ૧૩ સરપંચોએ તેમજ ગીરગઢડા તાલુકામાં ૩ સરપંચોએ ઉમેદવારી નોધાવી હતી. આમ કુલ ૧૬ ઉમેદવારોએ ઉમેદવારી નોધવેલ હોય જ્યારે વોર્ડ માંથી ૫૨ સભ્યોએ ઉમેદવારી નોધાવેલ હતી. ઉમેદવારી નોધાવા પહોચી ગયેલા ઉમેદવારોએ મોઢે માસ્ક પણ જોવા મળેલ ન હતું.
બોક્ષ્ – ઉના ગીરગઢડામાં ૧૬ સરપંચ તેમજ વોર્ડ માંથી ૫૨ સભ્યોએ ઉમેદવારી નોધાવી..
ઊના ગીરગઢડા તાલુકાના દેલવાડા-૧, કાજરડી-૧, સૈયદ રાજપરા-૨, સીલોજ-૧, નાંદણ-૨, રાતડ-૧, લેરકા-૧, સોખડા-૧, ઉંટવાળા-૧, પાતાપુર-૨, સહીત કુલ ૧૬ સરપંચોએ તેમજ વોર્ડ માંથી ૫૨ સભ્યોએ ઉમેદવારી નોધાવેલ છે..
