Gujarat

કોટડાસાંગાણી ખાતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે સેનેટરીપેડ નું વિતરણ કરાયું : સાચી સમજણ અને જાગૃતિ માટે અભિયાન

કોટડાસાંગાણી ખાતે મહારાણા પ્રતાપ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ માટે ખાસ કરીને ટીનેજર તબક્કામાં જરૂરી માર્ગદર્શન અને જાગૃતિ અભિયાન અંતર્ગત રીથલકેર ના ઉપક્રમે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ખાસ કરીને યુવતીઓ-મહિલાઓ માટે કુદરતી પ્રક્રિયા ના ભાગરૂપે માસિક-પિરિયડ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખાસ કરીને આ દિવસો દરમિયાન ઉભી થતી પીડા અને સામાજિક દ્રષ્ટીકોણ ને વૈજ્ઞાનિક અને કુદરતી રીતે સમજવા તથા જીવનનુ અભિન્ન અંગ બનેલા આ કુદરતી અદભુત વ્યવસ્થા દરમિયાન સ્વચ્છતા કેળવવા તથા બિમારીઓથી સાવધાની કેળવવા માટે ઉપરાંત કેવા પ્રકારના પેડ નો ઉપયોગ કરવો, પેડના નિકાલ માટે ની હાઈજેનિક માહિતી તેમજ ડિસ્ટ્રોય મશીનનો ઉપયોગ કરવા અને પ્રદુષણ તથા પર્યાવરણની જાળવણી સાથે સ્વચ્છતા અને આરોગ્યની કાળજી બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમ ના અંતે ૧૬૦૦ ઉપરાંત વિદ્યાર્થીનીઓ ને રીયલકેર દ્વારા વિનામૂલ્યે સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સામાજિક જાગૃતિ ઝુંબેશ દરમિયાન શબાનાબેન, મિનલબેન તથા ફાલ્ગુનીબેન ખાસ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિવારના મહિલા શિક્ષિકાઓ તરફથી  ઉમળકાભેર જાણકારી મેળવી હતી.આ સમાજિક ઝૂંબેશ માટે સોનલબેન ડાંગરિયા શબનમ બેન માંકડાને ખુબ ખુબ અભિનંદન  પાઠવવાની સાથે ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે
સોનલ ડાંગરિયા
સબનમ માંકડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *