Gujarat

સાણંદમાં હાથીની અંબાડી ઉપર સંવિધાનની શોભાયાત્રા

ભારત રત્ન, બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મજયંતિ નિમિત્તે સાણંદ શહેર અને તાલુકો ‘જય ભીમ’ના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો. સાણંદ શહેર અને તાલુકા આયોજક સમિતિ દ્વારા આયોજિત આ મહોત્સવમાં 68 ગામોના હજારો લોકો ઉમટી પડ્યા હતા. મધ્યરાત્રિએ જન્મોત્સવ અને આતશબાજી ઉજવણીનો પ્રારંભ ૧૩ એપ્રિલની મધ્યરાત્રિએ 12-00 કલાકે થયો હતો.

સાણંદ સ્થિત બાબાસાહેબની પ્રતિમા પાસે પ્રખ્યાત લોકગાયિકા કાજલબેન મહેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કેક કટિંગ કરવામાં આવ્યું હતું. ડી.જે.ના તાલે અને ભવ્ય આતશબાજી સાથે વાતાવરણ ઉલ્લાસમય બની ગયું હતું.

 

હાથીની અંબાડી પર સંવિધાનની પધરામણી મંગળવારે સવારે એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મહારેલીનું પ્રસ્થાન થયું હતું. રેલીનું મુખ્ય આકર્ષણ હાથીની અંબાડી હતી, જેના પર ભારતીય સંવિધાન અને બાબાસાહેબની તસવીરને સન્માનપૂર્વક બિરાજમાન કરાઈ હતી. ર