.
ગોંડલ સીટી તથા વિછીયા પોલીસ સ્ટેશન વિસ્તારના માર્કેટીંગ યાર્ડમાં રેકી કરી નજર ચુકવી ચોરી કરતા બે આરોપીને કુલ રોકડ રૂ . ૩,૯૮,૦૦૦ / – સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ , રાજકોટ ગ્રામ્ય બનાવની ટુંક વિગત ગઇ તા .૧૩ / ૧૦ / ૨૦૨૧ ના ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ દુકાન નં.એ -૫૯ મારૂતી ટ્રેડર્સની સામે રોડ ઉપર ફરીયાદીશ્રી સવજીભાઇ ભીખાભાઇ ઢોલરીયા જાતે.પટેલ એ પોતાની સ્વરાજ મજદા ગાડી પાર્ક કરી તેમા ડ્રાઇવર શીટની પાછળ ખેડુતોના માલના રોકડા રૂ .૪,૦૦,૦૦૦ / – નુ બડલ રાખેલ હોય તે અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયેલની ફરીયાદ ગોંડલસીટી પો.સ્ટે . પાર્ટ એ ગુ.ર.નં .૧૧૨૧૩૦૧૫૨૧૧૫૨ આઇ.પી.સી. કલમ ૩૭૯,૧૧૪ મુજબ જાહેર થયેલ તેમજ આવો એક બીજો આવો બનાવ વિછીંયા તાલુકાના ઓરી રોડ ઉપર થી ફરીયાદી દેવરાજભાઈ રવજીભાઈ સાસકીયા જાતે કોળીની પીક – અપ ગાડી રજી GJ – 04 – V – 2839 વાળીમા પૈસા ભરેલ પર્સ અંદાજીત રૂપીયા ૪૫૦૦૦ / – કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લયેલની વિંછીયા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૧૩૦૬૮૨૧૦૪૪૭/૨૦૨૧ આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબ વિછીંયા પોલીસ સ્ટેશન દાખલ થયેલ હોય આ બન્ને ગુન્હાની ગંભીરતાં ધ્યાને લઇ રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષકશ્રી સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ નાઓએ સદરહુ બનાવની ગંભીરતા ધ્યાને લઇ આ બન્ને વણશોધાયેલ ગુન્હાના મુળ સુધી પહોચવા અને આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.આર.ગોહીલની રાહદારી હેઠળ એલ.સી.બી. , પો.સબ.ઇન્સ.શ્રી એસ.જે.રાણા તથા સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી આ વણશોધાયેલ ચોરીના બનાવને શોધી કાઢવા કામગીરી શરૂ કરવામાં આવી . તેમજ એલ.સી.બી.ની જુદી – જુદી ટીમો બનાવી અલગ – અલગ દિશાઓમાં તપાસ કરી સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા તેમજ ટેકનીકલ તથા હ્યુમન રિસોર્સથી તપાસ કરતાં માહીતી મળેલ કે આ ચોરી કરનાર ઇસમો સ્પેલેન્ડર મો.સા. નં.જી.જે .૦૧ બી.એન .૨૩૦૫ મા આવી ચોરી કરેલ હોવાની માહીતી મળેલ હોય જેથી તે માહીતી આધારે આજરોજ તા .૨૧ / ૧૦ / ૨૦૨૧ ના એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.આર.ગોહીલની રાહદારી હેઠળ એલ.સી.બી. , પો.સબ.ઇન્સ.શ્રી એસ.જે.રાણા તથા સ્ટાફ ગોંડલ વિસ્તારમા ચોર તથા મુદામાલ અંગે તપાસમા હતા તે દરમ્યાન ખાનગીરાહે સાથેના પો.કોન્સ . રહીમભાઇ દલ તથા ભાવેશભાઇ મકવાણા ને હકિકત મળેલ કે આ ચોરી કરનાર ઇસમો સ્પેલેન્ડર મો.સા. નં.જી.જે .૦૧ બી.એન .૨૩૦૫ સાથે વાસાવડ ગામ તરફથી ગોંડલ તરફ આવતા હોવાની માહીતી મળેલ જેથી મજકુર ઇસમોની વોચમા રહી ગોંડલથી વાસાવડ રોડ પર શ્રીનાથગઢ ગામ થી આગળ વાસાવડ તરફ રોડ પરથી ( ૧ ) રાહીતભાઇ રહીમભાઇ ખલીયાણી જાતે.ઘાચી રહે.હાલ બોટાદ સાળગપુર રોડ મહમદનગર -૨ મુળ રહે.વિછીયા હાઇસ્કુલ રોડ તા.જસદણ ( ૨ ) સાજીદ યુનુષભાઇ પરિયાણી જાતે મેમણ રહે બોટાદ અંબાજી ચોક કામદાર શેરી વાળાને રોકડ રૂ . ૩,૯૮,૦૦૦ / – તથા બે મો.ફોન કિ.રૂ .૫,૫૦૦ / – તથા મોટર સાયકલ કિ.રૂ. ૧૫,૦૦૦ / – સાથે કુલ મુદ્દામાલ
૪,૧૮,૫૫૦ / – સાથે પકડી પાડી ગોંડલ તાલુકા પો.સ્ટે . સોપી , ગોંડલસીટી તથા વિછીયા પોલીસ સ્ટેશનમાં બનેલ ચોરીના વણશોધાયેલ બનાવને શોધી કાઢવામાં આવેલ છે . ગુન્હાની એમ.ઓ. આ કામનો આરોપી સાજીદ યુનુષભાઇ પરીયાણી અગાઉ બારદાન ( કોથળા ) ન્બો વેપાર કરતો હોય જેથી માર્કેટીંગ યાર્ડની ગતિવીધી અને નાણાકીય વ્યવહારોથી માહીતગાર હોય જેથી આ બન્ને આરોપીઓ માર્કેટીંગ યાર્ડની આજુ – બાજુના વિસ્તારમાં વેપારીએ પોતાના પાકના વેચાણના રૂપિયા પોતાના વાહનમાં મુકેલ હોય તેની રેકી કરી , વાહનમાંથી વાહન માલીકની નજર ચુકવી , વાહનમાં રાખેલ રોકડ રૂપિયાની ચોરી કરવાની ટેવ વાળા છે . હસ્તગત કરેલ આરોપીઓ રાહીતભાઇ રહીમભાઇ ખલીયાણી જાતે , ઘાચી ઉ.વ .૫૫ ધંધો , મજુરી રહે.હાલ બોટાદ સાળંગપુર રોડ મહમદનગર -૨ મુળ રહે.વિછીયા હાઇસ્કુલ રોડ તા.જસદણ ( ૨ ) સાજીદ યુનુષભાઇ પરિયાણી જાતે મેમણ ઉ.વ. ૩૯ ધંધો મજુરીકામ રહે , બોટાદ અંબાજી ચોક કામદાર શેરી કબ્જે કરેલ મુદ્દામાલ ( ૧ ) રોકડ રૂપિયા -૩,૯૮,૦૦૦ / ( ૨ ) સ્પેલેન્ડર મો.સા. રજી.નં.જી.જે .૦૧ બી.એન , ૨૩૦૫ તથા ચેસીસ નં.જોતા 99/19 : 02944 વાળુ કિ.રૂ .૧૫,૦૦૦ / ( ૩ ) મોબાઇલ નંગ -૨ કિ.રૂ .૫૫૦૦ / ( ૪ ) કાળા કલરનો નાનો “ OBAMA ” લખેલ થેલો કિ.રૂ .૫૦ / – કુલ મુદામાલ રૂ . ૪,૧૮,૫૫૦ / ગુન્હાહિત ઇતિહાસ આ કામના બન્ને આરોપીઓ અગાઉ દોઢેક વર્ષ પહેલા ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામેથી એક ઇકકો ગાડીમાંથી ૨૨ હજાર રૂપિયાની ચોરી કરેલ જે ગુન્હામા ઉમરાળા પો.સ્ટે . મા પકડાયેલ છે . * કામગીરી કરનાર ટીમ રાજકોટ ગ્રામ્ય જીલ્લાની ગુન્હા શોધક શાખાની ટીમ પો.ઇન્સ.શ્રી એ.આર. ગાહિલ , પો.સબ.ઇન્સ . શ્રી એસ.જે.રાણા , તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની , પો.હેડ.કોન્સ , મહિપાલસિંહ જાડેજા , બાલકૃષ્ણ ત્રીવેદી , રવિદેવભાઇ બારડ , અનિલભાઇ ગુજરાતી , અમિતસિંહ જાડેજા , શક્તિસિંહ જાડેજા , નીલેશભાઇ ડાંગર , પો.કોન્સ . રહીમભાઇ દલ , પ્રહલાદસિંહ રાઠોડ , પ્રણયકુમાર સાવરીયા , દિવ્યેશભાઇ સુવા , કૌશિકભાઇ જોષી , રૂપકભાઇ બોહરા , પ્રકાશભાઇ પરમાર , ઘનશ્યામસિંહ જાડેજા , નૈમિષભાઇ મહેતા , મેહુલભાઇ સોનરાજ , ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વીરડા , તથા ડ્રા.પો.કોન્સ . નરેન્દ્રભાઇ દવે , સાહિલભાઇ ખોખર , અનિરૂધ્ધસિંહ જાડેજા ( એ.આર.ગોહિલ ) પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય , રાજકોટ
રિપોર્ટર પિયુષ વાજા જસદણ




