,
આગામી તા. તા. ૨૬/૧૨/૨૦૨૧ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની પ્રિલીમનરી પરીક્ષા યોજવામાં આવનાર છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે.બારીઆએ જાહેરનામું બહાર પાડી પરીક્ષા કેન્દ્રો પર અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ઉપર્યુકત તારીખે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ઉપર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ યોજાય તથા પરીક્ષાઓ મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય અને પરીક્ષામાં ગેરરીતી ન થાય એ માટે જાહેરનામું બહાર પાડી છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગની ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની પરીક્ષા યોજાવાની છે તેવા તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા ખંડની અંદર તથા ચારે બાજુ ૧૦૦ મીટર વિસ્તારમાં કોઇ જાહેર કે ખાનગી સ્થળે કોઇ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેશ ફોન, મોબાઇલ ફોન વિગેરે લઇ જવા ઉપર તથા ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા અને પરીક્ષાર્થીઓને ખલેલ પડે તે રીતે કોઇ અનધિકૃત વ્યક્તિઓને એકત્રિત થવા કે પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરવા કે વાહન લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમ કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીઓ અને પરીક્ષા કેન્દ્ર નજીક મુકેલ સલામતિ કર્મચારીઓતેમની વિધિસરની ફરજ બજાવવા દરમિયાન સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેશ ફોન, મોબાઇલ ફોન તથા વાયરલેશનો ઉપયોગ કરી શકશે. કેન્દ્રના સંવાહકો, સંચાલકો, સ્થળ સંચાલકો, ઝોન પ્રતિનિધિ, ખંડ નિરિક્ષકો, વોટરમેન, બેલમેન તથા ઓળખપત્ર આપવામાં આવેલ હોય તેવા નિરીક્ષણ ટુકડીઓ સહિતના તમામ અધિકારીઓને લાગુ પડશે નહિં. આ જાહેરનામું તા. ૨૬/૧૨/૨૦૨૧ના રોજ અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
*તસ્વીર રેહાન પટેલ છોટાઉદેપુર*
