Gujarat

જાન્યુઆરીમાં રેગ્યુલર બેંચ સમક્ષ રજૂઆત કરો ઃ કોર્ટ

અમદાવાદ
હેડક્લાર્કની ભરતી માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત પરીક્ષાનું પેપર લીક થવા મામલે અમદાવાદ શહેર પોલીસ તરફથી વિરોધ પ્રદર્શન યોજવાની પરવાનગી ન મળતા ગુજરાત કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે મામલે એડવોકેટ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં વેકેશન બેન્ચ સમક્ષ આ મામલાની સુનાવણી વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી. પરંતુ કોર્ટે વેકેશન દરમ્યાન પ્રદર્શનની પરવાનગી બાબત અંગે ઈમજરન્સી ન હોવાનું ટાંકતા આ મામલે વેકેશન બાદ એટલે કે જાન્યુઆરી મહિનામાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે વેકેશન બાદ રેગ્યુલર બેન્ચ સમક્ષ આ બાબતે રજુઆત કરવા કહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું હતું કે, ભાજપના કમલમ પર ઘર્ષણ બાદ અમારા નેતાઓને જેલમાં મોકલી આપવામાં આવ્યાં છે. જેમાં મહિલાઓ પણ હતી. આ ૨૮ મહિલાઓની કોર્ટે જામીન અરજી મંજુર કરતાં તેઓ જામીન પર મુક્ત થઈ છે. પરંતુ હજી આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવિણ રામ, નિખિલ સવાણી સહિત ૬૦થી વધુ નેતાઓ સાબરમતિ જેલમાં છે. આ નેતાઓને બહાર કાઢવા માટે જામીન અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી આગામી દિવસોમાં યોજાશેર્‌ આમ આદમી પાર્ટીના સિનિયર નેતા મહેશ સવાણી તથા પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ ઉપવાસ પર બેઠા છે. તેમના ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે. પાર્ટીના નેતાએ કહ્યું હતું કે, બંનેની તબિયત હાલમાં સ્થિર છે. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે જાે તેઓ વધુ સમય સુધી ઉપવાસ કરશે તો તેમની તબિયત વધુ પ્રમાણમાં બગડી શકે છે. ડોક્ટરોએ તેમને મેડિકલ ટ્રીટમેન્ટ માટેની સલાહ પણ આપી છે. ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું ઊપવાસ આંદોલન ચાલુ છે.રાજ્યમાં હેડક્લાર્કની પરીક્ષાના પેપરલીક મામલે કમલમ પર થયેલા ઘર્ષણ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ હાલમાં સાબરમતિ જેલમાં છે. ૨૮ જેટલી મહિલા કાર્યકરોને શરતી જામીન મળતાં તેમની જેલમુક્તિ થઈ છે. બે દિવસ પહેલાં જ આપના નેતાઓએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, જેલમાં રહેલા નેતાઓને છોડાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તે ઉપરાંત પેપરલીક મુદ્દે વિરોધ પ્રદર્શન માટે અમદાવાદમાં પોલીસ પરવાનગી નહીં મળતાં હાઈકોર્ટમાં ઘા નાંખવામાં આવી છે. ત્યારે આજે આ મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે પણ આ બાબતની હાલ કોઈ ઇમરજન્સી નહીં હોવાથી આ બાબતે સુનાવણી જાન્યુઆરી માસમાં હાથ ધરવામાં આવશે એવો નિર્દેષ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *